android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: સરસ્વતીના ચોરમારપુરા નજીક પોલીસે ઝડપેલા 63.28 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

calendar_todayMay 1, 2026

Patan: સરસ્વતીના ચોરમારપુરા નજીક પોલીસે ઝડપેલા 63.28 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

પાટણ જિલ્લામાં અવારનવાર પોલીસ દ્વારા બાતમીના આધારે તથા વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે. જેનો સમયાંતરે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નિકાલ કરવાનો હોય છે. જેને લઈ પાટણ જિલ્લામાં પાટણ તાલુકા સહિત બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ કુલ 24,210 વિદેશી દારૂની બોટલોના નાશ કરવાની પ્રક્રિયા સરસ્વતી તાલુકાના ચોરમારપુરા નજીક સરકારી પડતર જમીનમાં રાખવામાં આવી હતી. જેના પર રોલર મશીન ફેરવીને તમામ બોટલોનો નાશ કરાયો હતો. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયીની સુચનાથી પાટણ ડિવિઝનમાં આવતાં પાટણ સીટી બી ડિવિઝનના 1 ગુનાનો તથા પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના 1 ગુનાનો અને ચાણસ્મા પોલીસ સ્ટેશનના 8 ગુના મળી કુલ 10 ગુનાનો એકઠો થયેલ રૂ. 63,28,520 ની કિંમતના વિદેશી દારૂની કુલ 24,210 બોટલોનો નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમ મેળવી સરસ્વતી તાલુકાના ચોરમારપુરા નજીક આવેલ સરકારી પડતર જમીનમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, ડીવાયએસપી પરેશ રેણુકા તથા મામલતદાર એફ્.એમ.બાગબાન સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થા પર રોલર મશીન ફેરવીને તમામ બોટલોનો નાશ કરાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો