calendar_todayMarch 21, 2026
Patanમાં 7010 ચોરસ મીટરનું દબાણ કરી ભાવેશે ફાર્મ બનાવ્યું હતુ, જુઓ Video
ભાવેશને દેવું થતા ડૉક્ટરનું અપરણ કરી ગુનાહિત દુનિયામાં પ્રવેશ કર્યો અને અમદાવાદમાં મસ્તાની ગેંગ બનાવી કુખ્યાત બન્યો હતો, વર્ષ 2016માં વ્યાજે લીધેલા પૈસા ચૂકવણું ના કરી શકતા તેમજ માથે દેવું હોવાથી ગુનાહિત રસ્તા તરફ વળ્યો હતો. સૌપ્રથમ વર્ષ 2016 માં નવેમ્બર મહિનામાં પાટણના પ્રખ્યાત ચામડીના ડૉ.ધનંજય પ્રજાપતિનું તેના ભાઈ ભાર્ગવ અને અન્ય બે યુવક સાથે મળી પાટણ શહેરમાંથી અપહરણ કર્યું હતું જેમાં પોલીસે આરોપીઓને પકડતા તેમને ગુપ્તી મારતા બે પોલીસ કર્મચારી ઘાયલ પણ થયા હતા.
પોલીસે આ ગુનામાં તેમને પકડ્યા બાદ જેલ હલાવે કર્યા હતા
ત્યારબાદ આ ગુનામાં જામીન ઉપર છૂટી અમદાવાદમાં આવેલા એક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા સમાજના જ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાં વ્યાજે નાણા ધિરાણ ,બાકી નાણાની વસુલાતની પ્રવૃત્તિઓમાં સક્રિય બની ધીમે ધીમે પોતાની એક મસ્તાની નામની ગેંગ ઊભી કરી હતી. એમાં મોટી સંખ્યામાં યુવકો જોડ્યા હતા. અને સમગ્ર અમદાવાદમાં ખોફ ઊભો કર્યો હતો. અંદાજે અપહરણ , ખંડણી , મારામારી અને ધાક ધમકીઓ આપવાના છેલ્લા દસ વર્ષમાં જ તેની સામે 20 જેટલા ગુનાઓ દાખલ થયા છે. આ ગુનાહિત કેટલા ગુનાઓમાં તેના ભાઈ ભાર્ગવ દેસાઈનું પણ નામ સામેલ છે. આ પ્રવૃત્તિઓ આધારિત મોટી આર્થિક આવક પણ એકત્ર કરી હોવાનું ચર્ચાય છે. પાટણ જિલ્લામાં સૌપ્રથમ ગુજસીટોકનો ગુનો આ ભાર્ગવ જીલીયા ઉપર દાખલ થયેલ છે.