android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: પાટણ નાગરિક બેંકમાં પ્રગતિશીલ પેનલે 9 ડિરેક્ટરોની જીત સાથે સત્તા જાળવી

calendar_todayJuly 8, 2026

Patan: પાટણ નાગરિક બેંકમાં પ્રગતિશીલ પેનલે 9 ડિરેક્ટરોની જીત સાથે સત્તા જાળવી

પાટણ શહેરમાં આવેલ નાગરિક સહકારી બેંકની નવી ટર્મ માટે કુલ 15 ડિરેક્ટરો માટે ચુંટણી પ્રક્રિયા રવિવારે યોજાઈ હતી. જેમાં સાંજ સુધીમાં મતદાન પ્રક્રિયા પુર્ણ થયા બાદ મોડી સાંજે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેને રાત પડી જવાના કારણે અટકાવી દેતાં આક્ષેપ પ્રતિઆક્ષેપો શરૂ થતાં મામલો ગરમાયો હતો અને આખરે પ્રાંત અધિકારીની મધ્યસ્થીને કારણે મંગળવારે સાંજે ફરી વખત મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે મોડી રાત સુધી ચાલી હતી અને અંતે પરિણામ જાહેર થતાં પ્રગતિશીલ પેનલના 9 અને પરિવર્તન પેનલના 6 ડિરેક્ટરો વિજેતા જાહેર થતાં બેંકની કમાન પ્રગતિશીલ પેનલના ફળે આવતાં એકબીજાએ ગુલાલની છોળો ઉડાડીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. પાટણ શહેરમાં આવેલ પી.કે કોટાવાલા સ્કુલ પરિસરમાં રવિવારે પાટણ નાગરિક સહકારી બેંકની 15 ડિરેક્ટરો માટેની મતદાન પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જેમાં કુલ 15 બેઠકો માટે 31,187 મતદારો પૈકી 9,075 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી 778 મત રદ થયા હતા. જેની મતગણતરી હાથ ધરવામાં આવતાં રાત પડી જવાના કારણે મતગણતરી પ્રક્રિયા અટકાવી દેવાની જાહેરાત કરતાં બંને પેનલો વચ્ચે રકઝક ઝરી હતી. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારથી જ આક્ષેપ પ્રતિઆક્ષેપો શરૂ થતાં મામલો ગરમાયો હતો અને આખરે પ્રાંત અધિકારીની મધ્યસ્થીને કારણે મંગળવારે ફરીથી સાંજથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવતાં મોડી રાત્રે ચુંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રગતિશીલ પેનલના 9 અને પરિવર્તન પેનલના 6 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવતાં બેંકની પ્રગતિશીલ પેનલે ફ્રી વખત સત્તા હાંસલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો