calendar_todayFebruary 18, 2026
Patan: જીલ્લામાં ધોરણ 9 થી 12ના 2,174 વિદ્યાર્થીઓને જ્ઞાન સાધનાનો લાભ મળ્યો
પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સરકારની વિવિધ યોજનાઓને લઈ વિદ્યાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. જેમાં સરકારની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ હેઠળ પાટણ જિલ્લાના 31,164 વિદ્યાર્થીઓને રૂ. 20 હજારથી લઈને 30 હજાર સુધીની શિષ્યવૃતિ મળવા પામી છે. તેમજ જિલ્લામાં ધોરણ 9 થી 12 ના કુલ 2174 વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાનો પણ લાભ લીધો છે. સાથે સાથે જીલ્લાના સમી, સાંતલપુર, રાધનપુર અને સરસ્વતી તાલુકાના કુલ ચાર ગામોમાં સરકારી માધ્યમિક શાળાઓને પણ મંજૂરી મળી છે. જેને લઈ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હવે પોતાના ગામમાં શિક્ષણ મળી રહશે. તેમજ આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને પણ અભ્યાસ અર્થે હવે દુર દુર સુધી લાંબા થવું નહીં પડે.
સરકારની શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન રૂપ યોજનાઓમાં પાટણ જિલ્લો આગળ છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના જેવી સરકારની સ્કોલરશીપ યોજનામાં પાટણ જિલ્લામાં 13845 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ધોરણ 9 થી 12 ના કુલ 2174 વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે. આ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 દરમિયાન અલગ અલગ શાળાઓમાં પ્રવેશ માટે રૂ. 20 હજારથી રૂ. 22 હજાર અને 25 હજાર જેટલી સ્કોલરશીપ આપવામાં આવી રહી છે. સાથે વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ સફ્ળતાપૂર્વક અમલમાં છે. પાટણ જિલ્લામાં નમો લક્ષ્મી યોજનામાં 24,545 વિદ્યાર્થીઓને તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં 6619 વિદ્યાર્થીઓને રૂ. 20 હજારથી રૂ. 25 હજાર અને 30 હજાર જેટલી શિષ્યવૃતિનો લાભ મળ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો