android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan ફાયરિંગ કેસ: ધોળા દિવસે થયેલા ગોળીબારના CCTV ફૂટેજ આવ્યા સામે, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

calendar_todayMarch 15, 2026

Patan ફાયરિંગ કેસ: ધોળા દિવસે થયેલા ગોળીબારના CCTV ફૂટેજ આવ્યા સામે, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં તાજેતરમાં થયેલા લોહિયાળ ફાયરિંગની ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ફૂટેજમાં હુમલાખોરોનો બેખૌફ અંદાજ સ્પષ્ટપણે નજરે પડે છે, જેમાં એક શખ્સ હાથમાં બંદૂક લઈને જાહેરમાં દોડતો કેમેરામાં કેદ થયો છે. આ ઉપરાંત, અન્ય એક સીસીટીવીમાં ઘટનાસ્થળ નજીક રિક્ષાની અંદર બેઠેલા કેટલાક શંકાસ્પદ ઈસમો પણ જોવા મળી રહ્યા છે, જેઓ આ ગુનાહિત કાવતરામાં સામેલ હતા.

યુસુફખાન પર બે રાઉન્ડ ગોળીબાર થયો

આ ચકચારી ઘટનામાં હુમલાખોરોએ યુસુફખાન નામના વ્યક્તિ પર નિશાન સાધીને બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જીવલેણ ફાયરિંગના કારણે યુસુફખાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં થયેલી આ હત્યાના પગલે સમગ્ર પાટણ શહેરમાં ભય અને તંગદિલીનો માહોલ ફેલાયો હતો. પોલીસે આ ઘટનાની ગંભીરતાને જોઈને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ફાયરિંગ કેસમાં 4 આરોપીઓને પકડવામાં આવ્યા

પોલીસે આ કેસમાં મોટી સફળતા મેળવતા ગણતરીના કલાકોમાં જ મુખ્ય ચાર આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા ગુનેગારોમાં ઝહીર ઉર્ફે ખોખરો, શહીદ સાજીદ, એજાજ ઉર્ફે વેતીયો અને ઇમરાનખાન બલોચનો સમાવેશ થાય છે. આ ચારેય રીઢા ગુનેગારોની ધરપકડ બાદ પોલીસે તેમની કડક પૂછપરછ શરૂ કરી છે, જેથી આ હત્યા પાછળના ચોક્કસ કારણો અને તેમની સાથે સંકળાયેલા અન્ય સાગરીતોની વિગતો મેળવી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો