calendar_todayFebruary 19, 2026
Patan: જિલ્લાને બજેટમાં PMJAY માટે 3.472 કરોડની જોગવાઈ કરી
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. 25.403 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂ. 3.472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનો લાભ પાટણ જીલ્લાના લોકોનેય મળી રહ્યો છે. પાટણ જીલ્લામાં વર્ષ 2018 થી યોજના અમલમાં છે. જેનો સીધો લાભ ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવારોને મળી રહ્યો છે.
જીલ્લા પંચાયત પાટણની આરોગ્ય શાખા દ્વારા 31 ડિસેમ્બર 2025 સુધી જીલ્લાના લાભાર્થીઓ દ્વારા 30,973 ક્લેમ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રૂ. 63,16,85,198 ની સારવાર કરવામાં આવી હતી. વર્ષ 2018 થી અત્યાર સુધીમાં કુલ 8,20,494 કાર્ડ ઇસ્યુ કરાયા છે. યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1,47,079 ક્લેમ અંતર્ગત રૂ 3,53,88,63,505 ની નિઃશુલ્ક સારવાર લાભાર્થીઓને અપાઈ છે. યોજના હેઠળ દેશની પ્રતિષ્ઠિત ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર અપાઈ રહી છે. જેનાથી મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક સંકડામણ નથી અનુભવાતી. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જેનાથી દર્દીઓની મની પોકેટ બચી રહી છે. અને તેમને ઉચ્ચ ગુણવત્તાની હોસ્પિટલોમાં નિશુલ્ક સારવાર મળી રહી છે. પાટણ જિલ્લામાં યોજનાને ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. અને આવનાર સમયમાં વધુ લાભાર્થીઓ સુધી તેનો વ્યાપ વધારવા માટે આરોગ્ય વિભાગ પ્રતિબદ્ધ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો