android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: આનંદ સરોવર નજીક પાલીકાની RCC જગ્યા શાકભાજીની લારીઓ માટે ફાળવાશે

calendar_todayFebruary 25, 2026

Patan: આનંદ સરોવર નજીક પાલીકાની RCC જગ્યા શાકભાજીની લારીઓ માટે ફાળવાશે

પાટણ શહેરમાં મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગ પર ઊભી રહેતી લારીઓ અને પાથરણા વાળાઓને કારણે વારંવાર ટ્રાફ્કિની સમસ્યા સર્જાય છે. જેને લઈ નગરજનો સહિત રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. જેમાં શહેરના આનંદ સરોવર નજીક પાલીકાના ચીફ્ ઓફ્સિર દ્વારા બુધવારે શહેરના આનંદ સરોવરથી પ્રથમ રેલવે ગરનાળા તરફ્ના રસ્તા પર આડેધડ ઊભી રહેતી લારીઓને કારણે ઉદ્દભવતી ટ્રાફ્કિની સમસ્યાનો ઉકેલ લાવવા માટે વોર્ડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને રૂબરૂ મુલાકાત કરી હતી.

પાટણ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર હિરલબેન ઠાકર અને વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા આનંદ સરોવર નજીક મુલાકાત કરી હતી. અને વિસ્તારને ટ્રાફ્કિ મુક્ત કરવા માટે શહેરના આનંદ સરોવર નજીક નગરપાલિકા દ્વારા કરાયેલ આરસીસીની જ્ગ્યા જે શિયાળામાં સિઝનેબલ ધંધા માટે ફાળવવામાં આવે છે. તે જગ્યા હવે શાકભાજીની લારીઓ ઊભી રાખવા ફાળવી અને વિસ્તારમાં ફોર વ્હીલરો માટે નો પાર્કિંગના બોર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કરાયેલ આયોજનથી હવે વિસ્તારમાં વારંવાર સર્જાતી ટ્રાફ્કિની સમસ્યાનો ઉકેલ આવશે તેમ જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો