android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Patan: SIR : પાટણ જિલ્લામાં 11,19,525 મતદારોનો સમાવેશ

calendar_todayFebruary 18, 2026

Patan: SIR : પાટણ જિલ્લામાં 11,19,525 મતદારોનો સમાવેશ

પાટણ જીલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા ક્ષેત્રમાં તાજેતરમાં કરવામાં આવેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ પુર્ણ થતાં આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 11.19 લાખ મતદારો ઉમેરાયા છે. સાથે 4988 નામો રદ કરાયાં હતાં અને તેની સામે 11,055 જેટલા નવા મતદારો ઉમેરાયા હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ સહિત ચાણસ્મા, સિદ્ધપુર અને રાધનપુર વિધાનસભા વિસ્તારમાં સરકારની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે SIR કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસ્તારમાં નક્કી કરેલ BLO દ્વારા ઘરે ઘરે ફરીને મતદારોના જરૂરી દસ્તાવેજો ચકાસણી તેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે બાદ કેટલાક મતદારો સામે ફોર્મ નંબર 7 ભરીને વાંધો પણ ઉઠાવવામાં આવ્યો હતો. જેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જીલ્લામાં 19 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવેલ ડ્રાફ્ટ રોલ પહેલા ચારેય વિધાનસભાના કુલ 12,19,104 મતદારો હતાં. પરંતુ તાજેતરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન વિતરણ કરવામાં આવેલા કુલ 1,07,366 ફોર્મ પરત ન આવતાં ડ્રાફ્ટમાં 11,11,738 મતદારોનો સમાવેશ થયો હતો. સાથે 2002 ની યાદી સાથે મેપિંગ ન થવાનું અને તાર્કિક વિસંગતતા સામે આવતાં કુલ 3,12,587 મતદારોને નોટીસ પાઠવી હતી અને સુનાવણી દરમિયાન 2636 મતદારોને ગેરલાયક ઠેરવ્યા હતા. ત્યારબાદ 17 ફેબ્રુઆરીના દિવસે જાહેર કરાયેલ આખરી મતદાર યાદીમાં 11,19,525 મતદારોનો સમાવેશ થયો હતો. ઝુંબેશ દરમિયાન નામ કમી કરાવવા માટે કુલ 17,593 ફોર્મ નંબર 7 મળ્યા હતા. જેમાંથી 2352 મંજૂર થતાં નામો કમી થયાં હતાં. સાથે સાથે નામ દાખલ કરાવવા માટે 13,899 ફોર્મ આવતાં જેમાંથી 11,095 મંજૂર થતાં આખરી મતદાર યાદીમાં સમાવેશ થશે. તેની સાથે નામ અને અટક સુધારણા માટે પણ 12,082 મળ્યા હતા જેમાંથી 11,152 મંજૂર કર્યા છે. પાટણ જિલ્લાના મતદારો મતદાર નોંધણી અધિકારીના નિર્ણયથી નારાજ હોય તો તે આખરી મતદારયાદી પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટ પાટણ સમક્ષ અપીલ કરી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો