android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
PM Modi Birthday: Amitabh Bachchan અને PM મોદીએ થિયેટરમાં જઇને જોઇ હતી આ ફિલ્મ, પહેલી મુલાકાતનો કિસ્સો તમે નહીંં જાણતા હોવ!

calendar_todaySeptember 17, 2026

PM Modi Birthday: Amitabh Bachchan અને PM મોદીએ થિયેટરમાં જઇને જોઇ હતી આ ફિલ્મ, પહેલી મુલાકાતનો કિસ્સો તમે નહીંં જાણતા હોવ!

PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની મુલાકાત અમિતાભ બચ્ચન સાથે થઈ હતી. વર્ષ 2009માં 'પા' ફિલ્મની રિલીઝ સમયે અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મને ટેક્સમાંથી છૂટ મળે તે હેતુથી PM મોદીને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન અમિતાભ બચ્ચને તેમને પોતાની ફિલ્મ જોવાની વિનંતી કરી હતી, જેને PM મોદી નકારી શક્યા નહોતા.

PM મોદીનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા 12 વર્ષથી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને તે પહેલાં 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. 

જ્યારે પહેલી વાર અમિતાભ બચ્ચનને મળ્યા હતા નરેન્દ્ર મોદી

બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા સંબંધો છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પણ તેમના સારા સંબંધો છે. બંને ઘણી વખત મળી ચૂક્યા છે, પરંતુ તેમની પહેલી મુલાકાત 'પા' ફિલ્મ સાથે જોડાયેલી છે.

તે સમયે PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મ માટે ટેક્સમાં છૂટ અપાવવાના કામે તેમને મળ્યા હતા.

મોદીએ અમિતાભ બચ્ચન સાથે જોઈ હતી 'પા'

PM મોદીએ અક્ષય કુમારને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ મુલાકાત વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમિતાભ બચ્ચને તેમને પોતાની ફિલ્મ જોવાની વિનંતી કરી હતી. PM મોદી આ ઓફર નકારી શક્યા નહોતા અને ત્યાર બાદ બંનેએ સાથે બેસીને આખી ફિલ્મ જોઈ હતી.

'પા'માં પુત્ર અભિષેક બચ્ચને અમિતાભના પિતાની ભૂમિકા ભજવી 

'પા' ફિલ્મમાં અમિતાભ બચ્ચને એક દુર્લભ બીમારીથી પીડાતા 12 વર્ષના બાળકની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર માટે અમિતાભ બચ્ચને પોતાનો લુક સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તેમના પુત્ર અભિષેક બચ્ચને તેમના પિતાની ભૂમિકા ભજવી હતી.

આર. બાલ્કીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.