calendar_todayJanuary 10, 2026
PM Modi In Gujarat : ગાંધીનગર મહાનગરપાલિકાનો મોટો નિર્ણય, PMના પ્રવાસને લઈ શનિ-રવિ કચેરીઓ ધમધમશે
PM નરેન્દ્ર મોદીના આગામી ગાંધીનગર પ્રવાસને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. PM ના કાર્યક્રમનું સુચારૂ આયોજન અને પૂર્વતૈયારીઓ સમયસર પૂર્ણ થાય તે હેતુથી મનપાના તમામ કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આ બાબતે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવાસને લગતી કામગીરીને પ્રાથમિકતા આપીને તમામ વિભાગોએ સજ્જ રહેવાનું રહેશે.
કર્મચારીઓની રજાઓ રદ
આ પરિપત્ર અનુસાર, આજે અને આવતીકાલે એટલે કે શનિવાર અને રવિવારના રજાના દિવસો હોવા છતાં ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીઓ ચાલુ રાખવામાં આવશે. PMના વિવિધ કાર્યક્રમોના સ્થળની સફાઈ, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય લોજિસ્ટિક્સની જવાબદારીઓ સંભાળવા માટે તમામ અધિકારીઓ અને સ્ટાફને હાજર રહેવા કડક સૂચના અપાઈ છે. આયોજનમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે મનપા કમિશનર દ્વારા સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Mahisagar માં 'લૂંટેરી દુલ્હન'નો શિકાર, લગ્નના માત્ર 10 જ દિવસમાં દુલ્હન રોકડ-દાગીના લઈ રફુચક્કર