android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
PM Modi in Rajya Sabha : કોંગ્રેસે વિશ્વાસઘાત કરવાના વિષયમાં દેશના અન્નદાતાને છોડ્યો નથી, બોલ્યા PM મોદી

calendar_todayFebruary 5, 2026

PM Modi in Rajya Sabha : કોંગ્રેસે વિશ્વાસઘાત કરવાના વિષયમાં દેશના અન્નદાતાને છોડ્યો નથી, બોલ્યા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પીએમની સ્પીચ દરમિયાન વિપક્ષે વોકઆઉટ પણ કર્યુ. વિપક્ષની ગેરહાજરીમાં પીએમ મોદીએ સ્પીચ ચાલુ રાખી છે. તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે કોંગ્રેસની પાસે ન ઇચ્છાશક્તિ હતી ન વિઝન....

ખેડૂતોના ખાતામાં ચાર લાખ કરોડ રૂપિયા અમે આપ્યા

કોંગ્રેસે વિશ્વાસઘાત કરવાના વિષયમા દેશના અન્નદાતાને નથી છોડ્યો. આ દેશમાં 10 કરોડ ખેડૂતો એવા છે જેમના પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે. નાના ખેડૂતો તરફ ક્યારેય જોવામાં નથી આવ્યું. નાના ખેડૂતોનું કોઈ ધ્યાન જ નથી રાખ્યું. અમારા દીલમાં નાના ખેડૂત પ્રત્યે દર્દ હતું. જેના કારણે અમે પીએમ કિસાન સમ્માનનિધી યોજના લઈને આવ્યા છે. આ ખેડૂતોના ખાતામાં ચાર લાખ કરોડ રૂપિયા અમે આપ્યા છે. ખેડૂતોને નવી તાકાત અને સપના જોવાનું સામર્થ્ય આપ્યું છે.

ખેડૂતોને નવા સપનાઓ જોવા માટેની તક આપી

અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 4 લાખ કરોડ રૂપિયા જમા કરાયા છે. આ આંકડો નાનો નથી. આ યોજનાએ ખેડૂતોને નવા સપનાઓ જોવા માટેની તક આપી છે. સદનમાં કેટલાક સાથીઓએ ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરી. આપણા દેશના એક નેતા હિમાચલના પ્રવાસે ગયા હતા. ત્યાંથી પરત આવ્યા પછી તેમણે એક ઘટના સંભળાવી.

લાંબા સમય સુધી મને યોજના આયોગ સાથે સંઘર્ષ કરવો પડ્યો

તેમણે કહ્યું કે લાંબા સમય સુધી મને યોજના આયોગ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો, કારણ કે તેઓ પહાડી રાજ્યો માટે યોજના બનાવવામાં તૈયાર નહોતા. અમે યોજના આયોગને કહ્યું કે અમારા કામદારોને ખચ્ચરોની જરૂર છે, જેથી તેમના પર સામાન લાદી શકાય. મને કહેવામાં આવ્યું કે અમે તો જીપ માટે પૈસા આપીશું, કારણ કે ખચ્ચરો માટે પૈસા આપવાની કોઈ નીતિ નથી. જ્યારે ત્યાં રસ્તાઓ જ નહોતા, તો જીપની શું જરૂર હતી? છતાં તે સમયે યોજના આયોગનો આગ્રહ હતો કે અથવા તો જીપ લો, અથવા તો કશું જ નહીં.

આ પણ વાંચોઃ India Global Hub: ડ્રેગનની મોનોપોલી ખતમ! 54 દેશોના મહાગઠબંધન સાથે ભારત બનશે ક્રિટિકલ મિનરલ્સનું નવું ગ્લોબલ હબ