android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
PM Modi On Budget: નારી શક્તિને સશક્ત કરનારું બજેટ, બોલ્યા પીએમ મોદી

calendar_todayFebruary 1, 2026

PM Modi On Budget: નારી શક્તિને સશક્ત કરનારું બજેટ, બોલ્યા પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પંજાબના જલંધરની મુલાકાત લીધી હતી. જનતાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને સશક્ત બનાવે છે.

આદમપુર એરપોર્ટનું ઉદ્ઘાટન


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે આદમપુર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું અને તેનું નામ મહાન સંત શ્રી ગુરુ રવિદાસજીના નામ પરથી રાખ્યું. આ પ્રસંગે ડેરા સચખંડ બલ્લાન સહિત વિવિધ સ્થળોએથી આવેલા શ્રદ્ધાળુઓ અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પ્રધાનમંત્રીએ એરપોર્ટના નવા નામની ઔપચારિક જાહેરાત કરતાની સાથે જ સમગ્ર સંકુલ "રવિદાસ શક્તિ" ના નાદથી ગુંજી ઉઠ્યું. પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી હલવારા એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.

રવિદાસજીની 649મી જન્મજયંતિ

પંજાબના જલંધરમાં પીએમ મોદીએ સંત રવિદાસજીની 649મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો . આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું કે  સરકારે પાણી, રેલ, ગરીબોના ઘર, સિંચાઇ સહિત તમામ ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. આ કાર્યો માટે બજેટમાં 17 લાખ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેનાથી ગામ, ગરીબ અને ખેડૂતો તથા યુવાનોને ફાયદો થશે.

ઘણી દવાઓ સસ્તી કરી- પીએમ મોદી 

ઇન્ફ્રાસ્ટ્રક્ટર નિર્માણ પર ખર્ચ કરવામાં આવે છે તે રોજગારના નવા અવસર બનાવે છે. ગામના રસ્તા સારા હશે તો મંડી સુધી ઉપજ પહોંચાડવી સરળ થશે. ગત વર્ષોમાં અમારી સરકારે ગરીબો અને મધ્યમ વર્ગને સસ્તા અને સારી સારવાર આપવા માટે ધ્યાન આપ્યું છે. ઘણી દવાઓ સસ્તી કરી છે. ગરીબો અને વડીલોને મફત સારવારની સુવિધા આપી છે. આ સંવેદનશીલતાની સાથે વધુ મહત્વ પૂર્ણ નિર્ણયો લેવાયા છે અનેક કેન્સરની દવાઓને સસ્તી કરવામાં આવી છે. વિદેશમાંથી દવાઓ જે મંગાવવી પડે છે તેવી અનેક દવાઓને વધારે સસ્તી કરવામાં આવી છે. આ બજેટમાં ખાસ ફોકસ જાંલધર, લુધિયાના જેવા અનેક શહેરોને વિકાસનું કેન્દ્ર બનાવવા પર છે.


MSME માટે બજેટમાં હજારો કરોડનું ફંડ- પીએમ મોદી 

પંજાબ દેશના એ રાજ્યોમાં છે જ્યાં ખેડૂતોની સાથે સાથે એમએસએમઇની સમૃદ્ધ પરંપરા છે. એમએસએમઇ માટે આ બજેટમાં હજારો કરોડનું ફંડ આપવામાં આવ્યું છે. ગત વર્ષોમાં ભારતની નિકાસ વધારે હતી. આ બજેટમાં નિકાસ કારો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. વસ્ત્ર નિકાસકારોમાંથી ભારત દુનિયામાં એક બની રહ્યું છે. કપડા ક્ષેત્રમાં વધુમાં વધુ રોજગાર બને તે માટે પ્રોત્સાહનની જોગવાઇ કરવામાં આવી છે.


બજેટમાં ખેલો ઇન્ડિયા મિશનની જાહેરાત થઇ- પીએમ મોદી 

ઘણા મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવાશે. જેનાથી ઘણા લોકોને ફાયદો થશે. બજેટનો એક ફોકસ એરિયા સ્પોર્ટ્સ પણ છે. આ બજેટમાં ખેલો ઇન્ડિયા મિશનની જાહેરાત થઇ છે. જે અંતર્ગત આધુનિક ઇન્ફ્રા તો બનશે પણ સ્પોર્ટ્સની સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને પણ તૈયાર કરાશે. દેશની અર્થ વ્યવસ્થામાં નવી ઉર્જા ભરવાનું એક ઐતિહાસિક કામ થયુ છે. અને તે છે ભારત અને યુરોપીયન સંઘ વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ બની છે. જેને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવે છે. યુરોપના 27 દેશો સાથે વેપાર ખૂબ ફાલશે. ત્યાં સામાન વેચવા માટે ટેક્સ ન બરાબર આપવો પડશે.