android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
જ્યારે PM મોદીએ ભરી સભામાં ધંધુકાને કર્યુ યાદ, જુઓ Video

calendar_todayJanuary 20, 2026

જ્યારે PM મોદીએ ભરી સભામાં ધંધુકાને કર્યુ યાદ, જુઓ Video

બીજેપીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની પસંદગી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં નવીન પ્રકરણ શરૂ થઈ ગયું છે. ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નવીન ઔપચારિક રીતે પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

નીતિન નબીનને ખૂબ શુભકામનાઓ

નીતિન નબીન બીજેપીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે નીતિન નબીનને ખૂબ શુભકામનાઓ. પીએમ મોદીએ કહ્યું કે જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપે ખૂબ જ સારુ પ્રદર્શન કર્યું. એનડીએની સરકાર બની. પૂર્વ તમામ અધ્યક્ષો અને તેમના યોગદાન માટે દેશના કાર્યકર્તાઓ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું.આજના આ સૌથી મોટા કાર્યક્રમોમાં આટલી ભીડ આટલી મોટી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ધંધુકાને એક કહેવત જણાવીને યાદ કર્યું.

બેટી કો બંદુકે દો લેકિન ધંધુકે મત દો...

ગુજરાતમાં જ્યારે સામાજિક કાર્યકરત તરીકે કામ કરતો ત્યારે ધંધુકા જતો.ત્યાંના લોકો કહેતા હતા કે તમે અહિંયા રાત્રિમાં ન રોકાવ, સવારે 10 વાગ્યા બાદ આવો. કારણ કે અમે આપને સ્નાન કરવા માટે પાણી નહીં આપી શકીએ. પીએમ મોદીએ ધંધુકા વાળી એક કહેવત કહી કે બેટી કો બંદુકે દો લેકિન ધંધુકે મત દો......