calendar_todaySeptember 12, 2026
porbandar : પોરબંદર જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલતને સફ્ળતા, એક જ દિવસમાં 5,932 કેસોનો નિકાલ
પોરબંદર જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલત યોજાઈ હતી જેમાં 5,932 કેસોનો નિકાલ થતા રૂ 1.93 કરોડ થી વધુ ની રકમ ના વિવાદો નો સુખદ અંત આવ્યો હતો
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન અને અનુશ્રા હેઠળ પોરબંદર જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે તા. 12 ના રોજ રાષ્ટ્રીય 'લોક અદાલત' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં પક્ષકારોએ ભારે ઉત્સાહ દાખવીને વર્ષો જૂના અને કોર્ટમાં દાખલ થતા પહેલાના હજારો કેસોનો પરસ્પર સમજૂતી અને સમાધાનથી સુખદ અંત આણ્યો હતો. લોક અદાલતમાં અલગ-અલગ કેટેગરીના કુલ 5,932 કેસોનો સફ્ળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. કાનૂની સેવા સત્તા મંડળની સઘન કામગીરીના પરિણામે કોર્ટમાં કેસ દાખલ થતા પહેલાના (પ્રી-લિટિગેશન) જ કુલ 4,983 કેસોનો નિકાલ થયો હતો. આ ઉપરાંત, સ્ટેટ પ્લાન ઓફ્ એક્શન મુજબના 91 કેસો અને સ્પેશિયલ સીટિંગના કુલ 858 કેસો મળીને એક જ દિવસમાં 5,932 કેસોનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો હતો.લોક અદાલતના માધ્યમથી પક્ષકારો વચ્ચે થયેલા સુખદ સમાધાનને પરિણામે કુલ 1,93,33,373/- જેટલી મોટી રકમના નાણાકીય વિવાદોનો પણ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી પક્ષકારો વચ્ચે કાયમી મનમેળ જળવાઈ રહે છે અને તેમના કિંમતી સમય તેમજ નાણાં બંનેની મોટી બચત થાય છે. આ આયોજનને સફ્ળ બનાવવા બદલ ન્યાયાધીશો , વકીલો અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો