android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Porbandar News: ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો, મમુમિંયા પંજૂમિંયા સહિત 12 આરોપીઓ દોષિત જાહેર

calendar_todayMay 4, 2026

Porbandar News: ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો, મમુમિંયા પંજૂમિંયા સહિત 12 આરોપીઓ દોષિત જાહેર

ગુજરાતના દરિયાકાંઠેથી હથિયારો ઘુસાડવાના સૌથી ચર્ચિત અને સંવેદનશીલ ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ ટાડા કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે આ કેસના મુખ્ય સૂત્રધાર મમુમિંયા પંજૂમિંયા સહિત કુલ 12 આરોપીઓને તકસીરવાન ઠેરવીને કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?

જાન્યુઆરી 1993માં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે પોરબંદરના ગોસાબારા ખાતે મોટા પ્રમાણમાં RDX, AK-47 રાઈફલ્સ અને હેન્ડ ગ્રેનેડ સહિતના જીવલેણ હથિયારોનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો. આ એ જ હથિયારો હતા જેનો ઉપયોગ 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં કરવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

અંડરવર્લ્ડ સાથેના સંબંધો

તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, મમુમિંયા પંજૂમિંયાના સીધા સંબંધો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણ સાથે હતા. આ આંતરરાષ્ટ્રીય કાવતરામાં સામેલ મુખ્ય પ્યાદાઓ આખરે લાંબી કાનૂની લડત બાદ પકડાયા છે.

લાંબી કાનૂની લડત

આ કેસમાં કુલ 46 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. આટલા લાંબા સમયગાળા દરમિયાન 46 પૈકી 11 આરોપીઓના મોત નીપજ્યા છે. આખરે કોર્ટે પુરાવાઓને ગ્રાહ્ય રાખી મમુમિંયા સહિતના આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, જે દેશની સુરક્ષા વ્યવસ્થા માટે મોટી જીત ગણાય છે.


આ પણ વાંચો - Porbandar : દોઢ વર્ષ પહેલા ગુમ થયેલા નરેન્દ્રની તેના જ મિત્રએ કરી હતી હત્યા, કુતિયાણા પોલીસે ઉલટ તપાસ કરી મિત્રને દબોચ્યો