calendar_todayFebruary 4, 2026
Porbandarની સરકારી હોસ્પિટલમાં રાત્રીના સમયે હોસ્પિટલનો સ્ટાફ ઓન ડયૂટી સૂતો જોવા મળ્યો, જુઓ Video
દર્દીઓને જમીન પર બેડ પાથરીને દાખલ કરાયા હતા અને રાતની ડ્યુટીમાં સ્ટાફ કામની જગ્યાએ આરામમાં દર્દીઓની સાર સંભાળની જગ્યાએ સ્ટાફ ઘોર નિંદ્રામાં છે, ટેબલ, મેઝ, ખુરશી પર સ્ટાફ નર્સ આરામ કરતા દેખાયા હતા અને સરકારી હોસ્પિટલમાં ખાનગી હોટલ જેવા દ્રશ્યો સામે આવ્યા છે.
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ગંદકીના દ્રશ્યો
પરંતુ પોરબંદર જિલ્લાની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓની હાલત ઉલટી છે. હોસ્પિટલની દીવાલો હવે સફેદ નથી રહી, લાલ રંગની પીચકારીઓએ આખી હોસ્પિટલને બીમાર બનાવી દીધી છે. ખૂણે-ખાંચરે ગંદકીનું સામ્રાજ્ય, જ્યાં નજર કરો ત્યાં પાન-મસાલાની પીચકારીઓ. હોસ્પિટલ છે કે થૂંકવાની જગ્યા? તે સમજવું મુશ્કેલ બની ગયું છે. હોસ્પિટલ છે કે થૂંકવાની જગ્યા?