android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Punjab : જલંધરના BSF હેડક્વાર્ટરની બહાર બ્લાસ્ટ, પોલીસે તપાસ શરૂ કરી

calendar_todayMay 5, 2026

Punjab : જલંધરના BSF હેડક્વાર્ટરની બહાર બ્લાસ્ટ, પોલીસે તપાસ શરૂ કરી

પંજાબના જલંધર જિલ્લામાં BSF હેડક્વાર્ટર નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સ્કૂટીમાં અચાનક શંકાસ્પદ વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ બાદ સ્કૂટીમાં આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ઘટનાના સાક્ષીઓ મુજબ, જોરદાર અવાજ સાથે સ્કૂટીમાં આગ ભભૂકી ઊઠી, જેને જોઈને આસપાસના લોકો ગભરાઈ ગયા અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી.

આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી

માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવા માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી અને થોડા સમયમાં આગને નિયંત્રણમાં લેવામાં આવી. આ દરમિયાન આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી. પ્રાથમિક તપાસ મુજબ વિસ્ફોટના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. નજીકમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસી રહી છે, જેથી વિસ્ફોટ પાછળનું કારણ જાણી શકાય.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, વિસ્ફોટને શંકાસ્પદ ગણવામાં આવી રહ્યો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે જ્યાં આ ઘટના બની છે, ત્યાંથી BSFના પંજાબ ફ્રન્ટિયર હેડક્વાર્ટર ખૂબ નજીક આવેલું છે, જેના કારણે આ મામલો વધુ સંવેદનશીલ બની ગયો છે. હાલમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તમામ દિશામાં તપાસ કરી રહી છે અને લોકોમાં શાંતિ જાળવવા અપીલ કરી છે.

આ પણ વાંચો : West Bengalમાં ભાજપની ઐતિહાસિક જીત, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને પાઠવી શુભેચ્છા