android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Punjab : પોલીસે ISIના ટેરર મોડ્યૂલનો કર્યો પર્દાફાશ, 4 ગ્રેનેડની સાથે એક વ્યક્તિની કરી ધરપકડ

calendar_todayApril 16, 2026

Punjab : પોલીસે ISIના ટેરર મોડ્યૂલનો કર્યો પર્દાફાશ, 4 ગ્રેનેડની સાથે એક વ્યક્તિની કરી ધરપકડ

પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરતા પંજાબ પોલીસે ISI સમર્થિત આતંકી મોડ્યુલનો ભાંડો ફોડયો છે. ગુરુવારે હાથ ધરાયેલા આ ઓપરેશન દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેની પાસેથી 4 હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કરવામાં આવ્યા છે.


બે વિદેશી પિસ્તોલ અને ગોળાબારુદ પણ જપ્ત કરવામાં આવ્યું

પંજાબ પોલીસના DGP ગૌરવ યાદવે માહિતી આપતા જણાવ્યું કે અમૃતસર અને મોહાલીના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ તેમજ કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગના સંયુક્ત ઓપરેશનમાં બે વિદેશી પિસ્તોલ અને ગોળાબારુદ પણ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિદેશમાં બેઠેલા હેન્ડલર્સના નિર્દેશ પર કામ કરતો હતો અને ચંડીગઢમાં તાજેતરમાં થયેલા ગ્રેનેડ હુમલા સાથે જોડાયેલા આતંકી મોડ્યુલ સાથે તેની કડીઓ હતી.

6 અદ્યતન પિસ્તોલ જપ્ત કરી

પોલીસ મુજબ અમૃતસરના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આ નેટવર્કના અન્ય સભ્યોને શોધવા તેમજ ઝડપવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. આ ઉપરાંત અમૃતસર કમિશ્નરેટ પોલીસે બોર્ડર પારથી ગેરકાયદેસર હથિયારોની તસ્કરી કરતા ગેંગનો પણ પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી છ અદ્યતન પિસ્તોલ જપ્ત કરી છે.

ગેરકાયદેસર હથિયારોની સપ્લાય સ્થાનિક ગુનેગારો સુધી પહોંચાડતા

તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાની તસ્કરોના સંપર્કમાં હતા અને ગેરકાયદેસર હથિયારોની સપ્લાય સ્થાનિક ગુનેગારો સુધી પહોંચાડતા હતા. તેઓ કન્સાઈનમેન્ટ મેળવીને પંજાબમાં ક્રિમિનલ નેટવર્કને સપ્લાય કરતા હતા. આ મામલે અમૃતસર કૅન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને સમગ્ર નેટવર્કને નષ્ટ કરવા માટે આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે.

આ પણ વાંચો : બિંદી તિલક ન કરો હિજાબ પહેરવાની છૂટ! આવો કેવો રૂલ્સ? Lenskart પોતાની જ ડ્રેસ કોડ પોલીસીમાં ફસાયું