android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Qatarમાં ફસાયેલા 700 ભારતીયોની થશે વતન વાપસી, કતાર એરવેઝની બે ફ્લાઈટ દિલ્હી-મુંબઈ આવવા રવાના

calendar_todayMarch 12, 2026

Qatarમાં ફસાયેલા 700 ભારતીયોની થશે વતન વાપસી, કતાર એરવેઝની બે ફ્લાઈટ દિલ્હી-મુંબઈ આવવા રવાના

મધ્ય પૂર્વમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે લગભગ 700 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર આજે બે અલગ અલગ ફ્લાઈટ દ્વારા આ ભારતીયોને વતનમાં મોકલવામાં આવ્યા છે. આ ફ્લાઈટ્સ કતાર એરવેઝ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે, જેમાં એક ફ્લાઈટ દિલ્હી અને બીજી મુંબઈ માટે રવાના થઈ છે.

મધ્ય પૂર્વમાં રહેલા ભારતીયો સુરક્ષિત

વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ મધ્ય પૂર્વમાં રહેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ દરરોજ એક અથવા બે ફ્લાઈટ ભારત માટે મોકલવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત ફરેલા લોકોમાં વિદ્યાર્થીઓ, કામદારો અને અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. વતન પરત ફરેલા લોકોને એરપોર્ટ પર જરૂરી મદદ અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે જેથી તેઓ પોતાના શહેરો સુધી સરળતાથી પહોંચી શકે.

ભારતીયોને તબક્કાવાર રીતે ભારત પરત લાવવામાં આવશે

સરકારનું કહેવું છે કે વિદેશમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે દૂતાવાસ અને સંબંધિત એજન્સીઓ સતત સંપર્કમાં રહીને જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે. આગામી દિવસોમાં પણ જરૂરિયાત મુજબ વધુ ફ્લાઈટ્સ ચલાવીને અન્ય ભારતીયોને પણ તબક્કાવાર રીતે ભારત પરત લાવવામાં આવશે. સરકારે વિદેશમાં રહેલા ભારતીયોને શાંતિ રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Hormuzમાં થાઈ કાર્ગો શીપ પર હુમલા બાદ થાઈલેન્ડ ભડ્કયું, ઈરાનને કહ્યું 'જવાબ આપો અને માફી માગો'