android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Radhanpur APMC: બાબુભાઇ ચૌધરી ચેરમેન અને લાખાભાઇ રબારી વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

calendar_todayFebruary 21, 2026

Radhanpur APMC: બાબુભાઇ ચૌધરી ચેરમેન અને લાખાભાઇ રબારી વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

રાધનપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી માટે આજે મહત્વની બેઠક યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા નામોને તમામ ડિરેક્ટરોએ સર્વાનુમતે સ્વીકારી લેતા ચૂંટણી પ્રક્રિયા સુખદ રીતે સંપન્ન થઈ હતી. જેમાં ચેરમેન: બાબુભાઇ ચૌધરી અને વાઇસ ચેરમેન: લાખાભાઇ રબારીની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના આધારે બિનહરીફ વરણી કરવામાં આવી છે.

બાબુભાઇ ચૌધરીની APMCના ચેરમેન તરીકે વરણી

આ વરણી સમયે માર્કેટયાર્ડના તમામ 16 ડિરેક્ટરો હાજર રહ્યા હતા અને તેઓએ ભાજપના આ નિર્ણયને સહર્ષ વધાવી લીધો હતો. રાધનપુર એપીએમસીમાં થયેલી આ વરણીથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સહકારી માળખા પર ભાજપની પકડ વધુ મજબૂત બની છે. તમામ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં કોઈ પણ વિરોધ વગર થયેલી આ વરણીથી યાર્ડના વહીવટમાં નવી ઉર્જા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વાઇસ ચેરમેન તરીકે લાખાભાઇ રબારીની વરણી

નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેને ખેડૂતોના હિતમાં અને યાર્ડના વિકાસ માટે કામ કરવાની ખાતરી આપી હતી. નવનિયુક્ત હોદ્દેદારોને ટેકેદારો અને ભાજપના કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો