calendar_todayJanuary 10, 2026
Railway News : 12 થી 18 જાન્યુઆરી સુધી રાધનપુર-પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ફાટક નં. 100/A બંધ રહેશે
આ કામને લીધે રાધનપુર-પીપળી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 100/A (કિ.મી. 114/39-43) જે રાધનપુરથી ભિલોટ ગામને જોડે છે. તેને 12 જાન્યુઆરી 2026 થી 18 જાન્યુઆરી 2026 સુધી માર્ગ વાહનવ્યવહાર માટે પૂર્ણપણે બંધ રાખવામાં આવશે. માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 99/B કિ.મી. 113/43-47 (જે રાધનપુરથી ભિલોત અને મહેમદાબાદ ગામને જોડે છે) નો ઉપયોગ કરી શકે છે.
નિર્ધારિત સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે
રેલવે પ્રશાસને નાગરિકોથી અપીલ કરી છે કે તેઓ અસુવિધાથી બચવા માટે નિર્ધારિત સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે તથા રેલવે દ્વારા કરવામાં આવી રહેલા સંરક્ષા કામમાં સહયોગ આપે. આ કામ ભવિષ્યમાં સુરક્ષિત અને સુગમ રેલવે સંચાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવી રહ્યું છે.
70મા રેલવે સપ્તાહના કેન્દ્રીય સમારોહમાં પશ્ચિમ રેલવેનું શાનદાર પ્રદર્શન–અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર 2025
પશ્ચિમ રેલવેએ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે પોતાની શ્રેષ્ઠ ઓળખ સ્થાપિત કરી છે અને અતિ વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કાર (AVRSP) – 2025 હેઠળ અનેક પ્રતિષ્ઠિત રેલવે સપ્તાહની શીલ્ડો તથા વ્યક્તિગત પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. આ સિદ્ધિઓ રેલવે સંચાલન, સુરક્ષા, માળખાગત વિકાસ અને યાત્રી કેન્દ્રિત સેવાઓમાં ઉતકૃષ્ટતા પ્રત્યે પશ્ચિમ રેલવેની અડગ પ્રતિબદ્ધતાને પુનઃ સાબિત કરે છે.