android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Railway News : અમદાવાદ રેલ મંડળે ડિસેમ્બર 2025માં માલ લોડીંગમાં ભારતીય રેલમા 7મું સ્થાન પ્રાપ્ત કર્યું

calendar_todayJanuary 3, 2026

Railway News : અમદાવાદ રેલ મંડળે ડિસેમ્બર 2025માં માલ લોડીંગમાં ભારતીય રેલમા 7મું સ્થાન પ્રાપ્ત કર્યું

રેલવેએ ટિકિટ તપાસ અભિયાનોને વધુ સઘન બનાવી બિનટિકિટ તથા અનિયમિત મુસાફરી પર અસરકારક નિયંત્રણ લાવવામાં આવ્યું છે. ડિજિટલ ટિકિટિંગને પ્રોત્સાહન આપી મુસાફરોને સરળ, પારદર્શક અને સુલભ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેટરિંગ એકમો, OSOP સ્ટોલ, પે-એન્ડ-યૂઝ શૌચાલયો, પાર્કિંગ કરારો તથા જાહેરાત પહેલો દ્વારા આવકમાં વધારો કરવામાં આવ્યો છે તેમજ મુસાફર સુવિધાઓમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.

5.03 મિલિયન ટનનું અત્યાર સુધીનું સર્વોચ્ચ માસિક માલ લોડિંગ હાંસલ

•ડિસેમ્બર 2025માં મંડળે અત્યાર સુધીનું સર્વાધિક સરેરાશ દૈનિક માલ લોડિંગ 3,224.74 વેગન નોંધાવ્યું, જે નવેમ્બર 2024માં નોંધાયેલા અગાઉના રેકોર્ડ 3,094.84 વેગનથી વધુ છે. જથ્થાની દૃષ્ટિએ પણ મંડળે 5.03 મિલિયન ટનનું અત્યાર સુધીનું સર્વોચ્ચ માસિક માલ લોડિંગ હાંસલ કર્યું છે, જે અગાઉના 4.81 મિલિયન ટનના રેકોર્ડ કરતાં વધુ છે.

•ક્ષેત્રવાર પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું. ગાંધીધામ ક્ષેત્રે 2,462.97 વેગન પ્રતિ દિવસની સરેરાશ સાથે અત્યાર સુધીની સર્વોચ્ચ લોડિંગ નોંધાઈ, જ્યારે અમદાવાદ ક્ષેત્રે 761.77 વેગન પ્રતિ દિવસનું પ્રદર્શન કર્યું. ગાંધીધામ વિસ્તારમાંથી અત્યાર સુધીના સૌથી વધુ ઔદ્યોગિક મીઠાના વેગન લોડ કરવામાં આવ્યા ડિસેમ્બર 2025માં 4,797, જે જુલાઈ 2025ના અગાઉના શ્રેષ્ઠ 4,522 વેગન કરતાં વધુ છે.

•માલવાર પરિવહનમાં તમામ મુખ્ય ક્ષેત્રોમાં વધારો નોંધાયો. મીઠાની લોડિંગ 373.84 વેગન પ્રતિ દિવસના રેકોર્ડ સ્તરે પહોંચી, જે મંડળના ઇતિહાસમાં સર્વોચ્ચ છે. ઉપરાંત POL, ખાતર, કોલસા, કન્ટેનર, ઓટોમોબાઇલ તથા અન્ય વિવિધ વસ્તુઓમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ડિસેમ્બર 2025 દરમિયાન ડિસેમ્બર 2024ની તુલનામાં વાણિજ્યિક ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન નોંધાવતા માલ, મુસાફર આવક, ટિકિટ તપાસ, ગેર-ભાડા આવક તથા વ્યવસાય વિકાસ પહેલોમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે.

•ડિસેમ્બર 2025માં મંડળે કુલ ₹884.89 કરોડની આવક પ્રાપ્ત કરી હતી, જ્યારે ડિસેમ્બર 2024માં આ ₹702.35 કરોડ હતો. માલ આવક ₹536.02 કરોડથી વધીને ₹701.39 કરોડ થઈ, જે નાણાકીય વર્ષનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ માસિક માલ પ્રદર્શન છે તેમજ નિર્ધારિત કરાયેલા લક્ષ્ય કરતાં પણ વધારે છે.

•મુસાફર આવક ₹167.00 કરોડ નોંધાઈ, જ્યારે ટિકિટ તપાસ દ્વારા આવક ₹2.10 નોંધવામાં આવી આ સમયગાળા દરમિયાન મંડળે કુલ 35.77 લાખ મુસાફરોનું પરિવહન કર્યું.

•બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) ના કેન્દ્રિત પ્રયત્નોના પરિણામે અનેક સામગ્રીમાં અત્યાર સુધીની સર્વોચ્ચ આવક નોંધાઈ, જેમાં ખાતર (₹240.97 કરોડ), કન્ટેનર ટ્રાફિક (₹211.45 કરોડ) તથા મીઠું (₹114.04 કરોડ)નો સમાવેશ થાય છે. ગાંધીધામ, મોથાળા, શિરવા, સનોસરા અને સામાખ્યાલી જેવા માલ ટર્મિનલોએ પણ અત્યાર સુધીની સર્વોચ્ચ કમાણી નોંધાવી છે.

•27 ડિસેમ્બર 2025ના રોજ ₹26.87 કરોડની એકદિવસીય માલ આવક સાથે નાણાકીય વર્ષનું સર્વશ્રેષ્ઠ રહ્યું. અમદાવાદ મંડળે ડિસેમ્બર 2025માં માલ લોડિંગમાં ભારતીય રેલવેમાં 6મું સ્થાન તથા કુલ પ્રદર્શનના આધારે 7મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

•પાર્સલ, લીઝિંગ તથા ગેર-ભાડા આવક ક્ષેત્રોમાં ઈ-હરાજી મારફતે અનેક સંપત્તિઓનું ફાળવણી કરવામાં આવી છે, જેના પરિણામે કરાર અવધિ દરમિયાન ₹23.55 કરોડની આવક પ્રાપ્ત થશે. ડિસેમ્બર 2025 સુધી ગેર-ભાડા આવક ₹10.84 કરોડ રહી, જે મંડળના ઇતિહાસમાં સર્વોચ્ચ છે, અને આ સાથે મંડળે ભારતીય રેલવેમાં 4મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

•મુસાફર કેન્દ્રિત પહેલોના ભાગરૂપે કુલ 41 વિશેષ ટ્રેન ફેરાઓનું સંચાલન કરવામાં આવ્યું.

•મુસાફરોની સુવિધા માટે મહત્વની એક્સપ્રેસ ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.


આ પણ વાંચો : Gandhinagar News : દહેગામ પોલીસે ફુગ્ગા અને શાકભાજી વેચનારનો ડ્રેસ ધારણ કરી પોકસોના આરોપીને ફિલ્મી રીતે ઝડપી પાડયો