android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Railway News: અમદાવાદ રેલવે વિભાગમાં બ્લોક, 4 ટ્રેન રદ અને પાંચ ટ્રેન મોડી પડશે

calendar_todayApril 23, 2026

Railway News: અમદાવાદ રેલવે વિભાગમાં બ્લોક, 4 ટ્રેન રદ અને પાંચ ટ્રેન મોડી પડશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગેરતપુર-અમદાવાદ વિભાગમાં ઈજનેરી કામને કારણે 24 એપ્રિલે બ્લોક લેવામાં આવતા ટ્રેન સેવાઓ પર અસર પડશે.જેમાં ચાર ટ્રેન રદ રહેશે જ્યારે પાંચ ટ્રેનો બે કલાક સુધી મોડી પડશે. આ કામગીરીને કારણે ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ટ્રેન અમદાવાદથી ઉપડશે અને ગાંધીનગર કેપિટલથી અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે ભારત વટવા સુધી ચાલશે. વટવા ગાંધીનગર કેપિટલ વચ્ચે રદ રહેશે.

મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી ટ્રેન મોડી ઉપડશે

વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે. આસનસોલ-અમદાવાદ ટ્રેન વડોદરા વિભાગમાં અંદાજે પોણા 2 કલાક રોકાશે, જ્યારે હાવડા-અમદાવાદ ટ્રેન પણ લગભગ એટલો જ વિલંબ અનુભવે તેવી શક્યતા છે. કાકીનાડા પોર્ટ-ભાવનગર સુપરફાસ્ટ 45 મિનિટ રોકાશે અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ પણ પોણા 2 કલાક સુધી વિલંબિત રહેશે.રેલવે તંત્રએ મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનના સમય,સ્ટોપેજ અને તાજી સ્થિતિ સત્તાવાર વેબસાઇટ પરથી ચકાસવા અપીલ કરી છે.

કઇ ટ્રેનો રદ રહેશે

23 એપ્રિલે વડોદરા-જામનગર ઇન્ટરસિટી-24 એપ્રિલે વટવા-વડોદરા મેમુ, વડોદરા-વટવા મેમુ.જામનગર-વડોદરા ઇન્ટરસિટી, પ્રયાગરાજ વિસ્તારમાં ઇજનેરી કામને કારણે કેટલીક ટ્રેનોનું સંચાલન પણ પ્રભાવિત થશે.24 એપ્રિલે અમદાવાદ-દરભંગા અને 29 એપ્રિલે દરભંગા-અમદાવાદ ટ્રેનો વૈકલ્પિક રૂટે દોડશે.

આ પણ વાંચોઃ Local body election: માળીયા મિયાણા પાલિકામાં 20 વર્ષથી કોંગ્રેસનું એકહથ્થું શાસન, હવે ખેલાશે ત્રિપાંખીયો જંગ