android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Railway News : અમદાવાદ રેલ મંડળને યાત્રી આવક, માલ આવક અને ટિકિટ તપાસમાં વિક્રમજનક રૂ.690 કરોડની આવક થઈ

calendar_todayMarch 4, 2026

Railway News : અમદાવાદ રેલ મંડળને યાત્રી આવક, માલ આવક અને ટિકિટ તપાસમાં વિક્રમજનક રૂ.690 કરોડની આવક થઈ

આ જ ક્રમમાં, ફેબ્રુઆરી, 2026 દરમિયાન મંડળે યાત્રી તેમજ માલભાડા આવક, ટિકિટ તપાસ, બિન ભાડા આવક (NFR) તથા વ્યવસાય વિકાસના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. મંડળ ફક્ત આવકમાં વૃદ્ધિ જ નથી નોંધવી, પરંતુ માલના લોડિંગ અને યાત્રી સુવિધાના ક્ષેત્રમાં પણ પાછલા વર્ષની સરખામણીમાં મહત્વપૂર્ણ પ્રગતિ પ્રાપ્ત કરી છે. ફેબ્રુઆરી 2026 માં અમદાવાદ મંડળનું આ પ્રદર્શન દર્શાવે છે કે આવક સર્જન, માલ લોડિંગ, ડિજિટલ પ્રગતિ અને સંચાલન ક્ષમતા જેવા મુખ્ય ક્ષેત્રોમાં મંડળ સતત શ્રેષ્ઠતા તરફ અગ્રસર છે.

કુલ આવક પ્રદર્શન

•કુલ આવક : ફેબ્રુઆરી 2026 માં રૂ.690 કરોડની કુલ આવક મેળવી, જે પાછલા વર્ષની સરખામણીમાં 11.10% વધારે છે.

•યાત્રી આવક: રૂ.158.02 કરોડ પ્રાપ્ત કરવામાં આવી (15.77% ની વૃદ્ધિ).

•માલ આવક: રૂ. 514.68 કરોડની આવક પ્રાપ્ત થઈ (10.53% ની વૃદ્ધિ).

•ટિકિટ તપાસ : ટિકીટ તપાસ અભિયાન મારફતે રૂ. 2.75 કરોડની આવક પ્રાપ્ત થઈ (11.79% ની વૃદ્ધિ).

•અન્ય સ્ત્રોત : અન્ય વિવિધ સ્ત્રોતોથી રૂ. 14.50 કરોડની આવક પ્રાપ્ત કરવામાં આવી.

માલ લોડિંગમાં ઐતિહાસિક સિદ્ધિ

•વેગન લોડિંગ: દરરોજ સરેરાશ 2902.74 વેગન લોડ કરવામાં આવ્યા, જે પાછલા વર્ષથી 7.93% વધારે છે.

•માલ લોડિંગ: સરેરાશ 3.92 મિલિટન ટન દરરોજ માલ લોડિંગ નોંધવામાં આવી (14.70% ની વૃદ્ધિ)।

•મીઠાનું લોડિંગ: મીઠાનું લોડિંગ સરેરાશ 392.82 વેગન દરરોજ રહ્યું. (42.71% ની ભારે વૃદ્ધિ)।

•કન્ટેનર અને ફર્ટિલાઈઝર: કન્ટેનર લોડિંગમાં 6.36% અને ફર્ટિલાઈઝર લોડિંગમાં 33.47% ની વૃદ્ધિ નોંધવામાં આવી.

•નવો વિક્રમ : ગાંધીધામ ક્ષેત્રમાં એક જ દિવસમાં 15 લૉન્ગ હૉલ માલગાડીઓનું સંચાલન કરી નવો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો.

બિન-ભાડા આવક (NFR) અને નવીનતા

•લક્ષ્યથી વધુ પ્રાપ્તિ : વાર્ષિક લક્ષ્ય રૂ. 13 કરોડને પાર કરતાં રૂ. 13.18 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ બિન-ભાડા આવક પ્રાપ્ત કરવામાં આવી.

•પાર્કિંગ આવક : પાર્કિંગથી રૂ. 3.12 કરોડની આવક થઈ, જે પાછલા વર્ષથી 17% વધારે છે.

•નવીનતા : ભીમાસરમાં ઔદ્યોગિક મીઠાના લોડિંગ માટે સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો, જે ટકાઉ માલ વ્યવસ્થાપનની દિશામાં એક નવું ધોરણ છે.

યાત્રી સેવાઓ અને ડિજિટલ પ્રગતિ

•વંદે ભારત એક્સપ્રેસ : 16 ફેબ્રુઆરી 2026 થી અસારવા-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન આરંભ થયું.

•હોળી સ્પેશિયલ : હોળી પર્વ પર વિશેષ ટ્રેનોની 30 ટ્રિપ સંચાલિત કરવામાં આવી, જેનાથી 0.47 લાખ યાત્રીઓને લાભ થયો અને રૂ. 5.12 કરોડની આવક પ્રાપ્ત થઈ.

•ડિજિટલ ટિકિટીંગ : ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન આપતાં PRS માં 23.81% અને UTS માં 34.45% લેવડદેવડ ડિજિટલ રીતે સંપન્ન થઈ.

ઈન્ફ્રાસ્ટ્ક્ચર અને સંચાલન કુશળતા

•ક્ષમતા વિસ્તાર : ગાંધીધામ-આદિપુર સેક્શન પર ચોથી લાઈન (Quadrupling) નું સફળતાપૂર્વક કમીશનીંગ કરવામાં આવ્યું.

•આધુનિક વ્યવસ્થાપન : સાંતલપુરમાં આધુનિક 'ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમ' (CMS) નો શુભારંભ થયો.

•સંચાલન: DFC ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર દરરોજ સરેરાશ 96.86 ટ્રેનો ચલાવવામાં આવી,જે પાછલા વર્ષથી 18.83% વધારે છે.

સ્વચ્છતા અને અમલીકરણ

•ટિકિટ તપાસ : વિશેષ તપાસ અભિયાનો દરમિયાન 3,801 અનિયમિત યાત્રાના કેસ પક઼ડવામાં આવ્યા અને રૂ. 26.57 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.

•સ્વચ્છતા : એન્ટી-લિટરિંગ અભિયાન હેઠળ 1,120 મામલામાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી.


આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટા સમાચાર, રાજકોટથી મુંબઇની વધુ 2 નવી ફ્લાઇટ થશે શરૂ