android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajasthan : અલવરમાં 9 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો, 50 ફૂટ નીચે ફસાયો

calendar_todayAugust 31, 2026

Rajasthan : અલવરમાં 9 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો, 50 ફૂટ નીચે ફસાયો

રાજસ્થાનના અલવર જિલ્લામાં સોમવારે સાંજે એક ગંભીર દુર્ઘટના બની. રામગઢ વિધાનસભા ક્ષેત્રના બુટોલી ગામમાં 9 વર્ષનું બાળક પતંગ લૂંટતી વખતે ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું. બોરવેલની કુલ ઊંડાઈ આશરે 400 ફૂટ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે બાળક હાલમાં લગભગ 50થી 55 ફૂટની ઊંડાઈએ ફસાયેલું છે.

ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા

મળતી માહિતી મુજબ, બુટોલી ગામનો ભાનુ સોમવારે સાંજે કપાયેલી પતંગ લૂંટવા ખેતર તરફ દોડી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ જૂના અને લાંબા સમયથી બંધ પડેલા બોરવેલ પર મૂકવામાં આવેલા પથ્થર પર પડ્યો હતો. પથ્થર પહેલેથી જ ખસી ગયો હતો અને બાળકનો પગ પડતાં તે વધુ ખસી જતા ભાનુ સીધો બોરવેલમાં પડી ગયો હતો. ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. રાહતની વાત એ છે કે બોરવેલની અંદરથી બાળકનો અવાજ સંભળાઈ રહ્યો છે અને પ્રાથમિક માહિતી મુજબ તે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

બે JCBથી ખોદકામ શરૂ

માહિતી મળતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકને સુરક્ષિત બહાર કાઢવા માટે બોરવેલની આસપાસથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. બે JCB મશીનની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જરૂરી રેસ્ક્યૂ સાધનો પણ ઘટનાસ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. રામગઢના ધારાસભ્ય સુખવંત સિંહ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી રેસ્ક્યૂ કામગીરીની માહિતી મેળવી હતી. SDM મનીષા રેશમ, DSP નરેન્દ્ર કુમાર સહિત પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. SDRF અને NDRFની ટીમોને પણ રવાના કરવામાં આવી છે.

આ પણ વાંચો : TB Mukt Bharat : જે.પી. નડ્ડાએ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની કરી સમીક્ષા