android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkotમાં બાળ લગ્નોનો મોટો પર્દાફાશ, લગ્ન નોંધણીના સર્ટિફિકેટ મેળવા આવેલી 122 અરજીઓમાં ભાંડો ફૂટ્યો

calendar_todayMay 5, 2026

Rajkotમાં બાળ લગ્નોનો મોટો પર્દાફાશ, લગ્ન નોંધણીના સર્ટિફિકેટ મેળવા આવેલી 122 અરજીઓમાં ભાંડો ફૂટ્યો

રાજકોટમાં કાયદાના લીરેલીરા ઉડાડતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણીની તપાસમાં ખુલાસો થયો છે કે, શહેરમાં મોટા પાયે બાળ લગ્નો થઈ રહ્યા છે. લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજી કરનારા યુગલોમાંથી અંદાજે 122 યુગલો સગીર હોવાનું સામે આવતા મનપા તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે.

ઓનલાઈન અરજીમાં ફૂટ્યો ભાંડો

મળતી માહિતી મુજબ, વર્ષ 2025 થી અત્યાર સુધીમાં રાજકોટ મનપામાં લગ્ન નોંધણી માટે સેંકડો અરજીઓ આવી હતી. આ અરજીઓની જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે દસ્તાવેજોના આધારે માલૂમ પડ્યું કે 122 જેટલા કિસ્સાઓમાં વર અથવા કન્યા (અથવા બંને) લગ્ન સમયે કાયદેસરની ઉંમર ધરાવતા નહોતા. આ યુગલોએ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને બાળ લગ્ન કરી લીધા હોવાનું સ્પષ્ટ થતા તંત્રએ તાત્કાલિક અસરથી આ તમામ લગ્ન સર્ટિફિકેટ નામંજૂર કરી દીધા છે.

અનેક યુગલોને સંતાનો પણ થઈ ગયા!

આ તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે, આ 122 સગીર યુગલો પૈકીના અનેક કિસ્સાઓમાં તો યુગલોને બાળકો પણ થઈ ગયા છે. હવે જ્યારે બાળકોના જન્મના દાખલા કે અન્ય સરકારી કામકાજ માટે મેરેજ સર્ટિફિકેટની જરૂર પડી ત્યારે તેઓએ નોંધણી કરાવવા અરજી કરી હતી. જોકે, ઉંમર ઓછી હોવાને કારણે હવે આ યુગલો માટે કાયદાકીય મુશ્કેલીઓ વધવાના એંધાણ છે.

 લગ્નોની નોંધણી થઈ શકે નહીં.

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કાયદા મુજબ નિર્ધારિત ઉંમર વગર થયેલા લગ્નોની નોંધણી થઈ શકે નહીં. આ ઘટસ્ફાટ બાદ હવે સામાજિક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગ બાળ લગ્ન અટકાવવા માટે વધુ કડક પગલાં ભરે તેવી શક્યતા છે.


આ પણ વાંચો----     West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન