calendar_todayAugust 6, 2026
Rajkot: જિલ્લાના લાયસન્સી સર્વેયરોની 14 ઓગસ્ટથી જિલ્લાવ્યાપી હડતાલની ચીમકી
રાજકોટ જિલ્લાના લાયસન્સી સર્વેયરોએ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર અને જમીન દફ્તરના નાયબ નિયામકને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો પ્રશ્નો નહીં ઉકેલાય તો 14 ઓગસ્ટથી હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે. બદલાયેલી કામગીરી અને મોંઘવારી સામે યોગ્ય વળતર ન મળતાં આર્થિક કટોકટી સર્જાઈ હોવાનું જણાવાયું છે. સર્વેયરોએ સમગ્ર જિલ્લામાં ઓનલાઈન લોગિન એક્સેસ, સમાન કાર્યવાહી, માસિક બિલનું સમયસર ચુકવણું, 2016 પછી મોંઘવારી મુજબ માપણી ફીમાં સુધારો અને લાયસન્સ રીન્યુઅલ સરળ બનાવવા માંગ કરી છે. આ ઉપરાંત સરકારી ખર્ચે રેકોર્ડ-નકશાની ઝેરોક્ષ, ફ્લ્ડિ વર્કમાં સુરક્ષા અને વાહન વ્યવસ્થા, પાયલોટ પ્રોજેક્ટમાં તક, 5 વર્ષથી વધુ અનુભવીઓને સરકારી ખાતામાં સમાવેશ તેમજ GPS, DGPS, TS જેવાં આધુનિક મશીનો પૂરાં પાડવાની રજૂઆત કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો