calendar_todayJanuary 13, 2026
Rajkot : તહેવાર ટાણે જ સિંગતેલના ભાવમાં તેજી, સિંગતેલ 15 કિલોના ડબ્બાનો ભાવ 2725 થયો
તહેવાર ટાણે જ સિંગતેલના ભાવમાં તીવ્ર વધારો નોંધાયો છે. છેલ્લા ચાર દિવસમાં 15 કિલોના સિંગતેલના ડબ્બામાં રૂ. 120 નો વધારો થયો છે, અને હાલમાં આ ડબ્બો રૂ. 2725 ના ભાવે વેચાઈ રહ્યો છે.
યાર્ડમાં મગફળીની મબલખ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો
મગફળીની વિક્રમી ઉપજ અને યાર્ડમાં મગફળીની મબલખ આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો યો છે જેના માટે સટોડિયાઓને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. સટોડિયાઓએ સિંગતેલને મોંઘુ બનાવ્યું છે
કોઈ ખાસ નીતિ કે આયોજન ન હોવાને કારણે હાલની સ્થિતિ અનિયંત્રિત
ખાદ્યતેલના ભાવને નિયંત્રિત કરવા માટે કોઈ ખાસ નીતિ કે આયોજન ન હોવાને કારણે હાલની સ્થિતિ અનિયંત્રિત બની છે.
આ પણ વાંચો---- Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત