calendar_todayJanuary 20, 2026
Rajkot : પડધરીના ખોખરીમાં વોકળામાં ડૂબી જતા પિતા-પુત્રનું દુ:ખદ મોત, 16 જાન્યુઆરીએ પિતા-પુત્ર થયા હતા ગુમ
રાજકોટના પડધરી તાલુકાના ખોખરી વિસ્તારમાં એક કરુણ ઘટના બની છે, જેમાં પિતા-પુત્ર વોકળામાં ડૂબી ગયા હતા. બંનેના મૃતદેહ બહાર કાઢીને તપાસ શરુ કરાઇ છે
16 જાન્યુઆરીના રોજ ગુમ થયા હતા
મળેલી માહિતી મુજબ, 6 વર્ષીય અરુણ ડાવર અને તેમના પિતા 27 વર્ષીય રાજેશ જુવાનસિંહ ડાવર 16 જાન્યુઆરીના રોજ ગુમ થયા હતા.
પિતા-પુત્રના મૃતદેહ વોકળામાંથી મળ્યા
બંને ગુમ થતાં પોલીસે પણ તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન બંને પિતા-પુત્રના મૃતદેહ વોકળામાંથી ફુલેલી હાલતમાં મળી આવ્યા છે.
પોલીસે આ મામલે તપાસ શરુ કરી
પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. પોસ્ટમોર્ટમ (પી.એમ.) રિપોર્ટ પછી આ ઘટનાનું સાચો કારણ જાણવા મળી શકે છે.
આ પણ વાંચો---- Ahmedabadમાં વધુ એક મેગા ડિમોલિશન, વટવાનું વાનર વટ તળાવ ખાલી કરાશે, 500થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે