android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot : 3.5 લાખની લાંચ લેનારા પૂર્વ PI સી.પી. ગોસાઈ દોષિત જાહેર, હત્યા કેસમાં ફિટ ન કરવા લાંચ માંગી હતી

calendar_todayMay 5, 2026

Rajkot : 3.5 લાખની લાંચ લેનારા પૂર્વ PI સી.પી. ગોસાઈ દોષિત જાહેર, હત્યા કેસમાં ફિટ ન કરવા લાંચ માંગી હતી

રાજકોટમાં કાયદાના રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે ન્યાયતંત્ર કેવી કડક કાર્યવાહી કરે છે તેનો એક જીવંત દાખલો સામે આવ્યો છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સી.પી. ગોસાઈને ₹3.5 લાખની લાંચ લેવાના કેસમાં અદાલતે દોષિત જાહેર કર્યા છે. આ મામલો અંદાજે 15 વર્ષ જૂનો છે, જેમાં લાંબી કાનૂની લડત બાદ હવે આરોપી અધિકારી સામે ગુનો સાબિત થયો છે.

શું હતો સમગ્ર મામલો?

ઘટનાની વિગત મુજબ, વર્ષ 2009માં નાના મૌવા ગામના સરપંચ સાથે જોડાયેલા 16 વર્ષ જૂના એક જૂના ખૂન કેસની તપાસ ચાલી રહી હતી. આ તપાસ દરમિયાન રમેશ મકવાણા નામના વ્યક્તિનું નામ કેસમાં ફિટ ન કરવા અને તેમને હેરાન ન કરવા માટે તત્કાલીન PI સી.પી. ગોસાઈએ ₹15 લાખની તોતિંગ લાંચની માંગણી કરી હતી. અંતે લાંચની રકમ નક્કી થયા બાદ હપ્તાવાર નાણાં ચૂકવવાનું ઠર્યું હતું.

પોલીસ સ્ટેશનમાં જ સ્વીકારી હતી લાંચ

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા વર્ષ 2010માં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સી.પી. ગોસાઈએ પોતાની ચેમ્બરમાં જ લાંચનો બીજો હપ્તો સ્વીકાર્યો હતો, જેના પુરાવાઓ એસીબીએ એકત્ર કર્યા હતા. એસીબીના ટ્રેપ દરમિયાન થયેલી કાર્યવાહી અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે નોંધ્યું હતું કે એક જવાબદાર પદ પર બેઠેલા અધિકારીએ પોતાના સત્તાનો દુરુપયોગ કર્યો છે.

ચૂકાદાથી પોલીસ બેડામાં ફફડાટ

આ ચૂકાદાથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે. વર્ષો જૂના કેસમાં પણ જો ભ્રષ્ટાચાર કર્યો હોય તો કાયદો છોડતો નથી તે આ કેસ પરથી સાબિત થયું છે. આગામી સમયમાં કોર્ટ આ મામલે સજાની જાહેરાત કરશે, જે ભ્રષ્ટ અધિકારીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો બની રહેશે.


આ પણ વાંચો----    West Bengal Election Result 2026 : હવે બંગાળના સીએમ કોણ? જાણો કોણ છે તે 'બંગાળી ચહેરો' જે સંભાળશે રાજ્યની કમાન