calendar_todayMay 12, 2026
Rajkot: ભીમનગરમાં મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું, 33 મિલકતો પર ડિમોલિશનની કાર્યવાહી
રાજકોટ શહેરમાં ગેરકાયદે દબાણો અને બાંધકામો સામે મહાનગરપાલિકાએ ફરી એકવાર આક્રમક અભિગમ અપનાવ્યો છે. શહેરના ભીમનગર વિસ્તારમાં આજે ટાઉન પ્લાનિંગ વિભાગ (TP) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 33 જેટલી મિલકતો પર ડિમોલિશન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં ફરી ચાલ્યું મનપાનું બુલડોઝર
રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગને ભીમનગર વિસ્તારમાં ગેરકાયદે દબાણો હોવાની ફરિયાદો અને અહેવાલો મળ્યા હતા. જેને પગલે આજે વહેલી સવારથી જ મનપાની ટીમ જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં નડતરરૂપ અને ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવાયેલી 33 મિલકતોને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સ્થાનિકો દ્વારા વિરોધ ન થાય તે માટે મનપાની વિજિલન્સ શાખાની ટીમ મોટી સંખ્યામાં બંદોબસ્તમાં હાજર રહી હતી. વિજિલન્સ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈપણ અડચણ વગર શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.