android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot બ્લાસ્ટ કાંડ, સાધના સોસાયટીના રહેણાંક મકાનમાંથી 40 ગેસ સિલિન્ડર અને ડીઝલના બેરલ ઝડપાયા

calendar_todayMarch 27, 2026

Rajkot બ્લાસ્ટ કાંડ, સાધના સોસાયટીના રહેણાંક મકાનમાંથી 40 ગેસ સિલિન્ડર અને ડીઝલના બેરલ ઝડપાયા

રાજકોટ શહેરના સાધના સોસાયટીમાં ગઈકાલે બપોરે થયેલા પ્રચંડ બ્લાસ્ટ મામલે હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. રહેણાંક મકાનના પાર્કિંગમાં થયેલા વિસ્ફોટ બાદ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મકાનમાંથી વિસ્ફોટક અને જ્વલનશીલ પદાર્થોનો મોટો જથ્થો મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે ભક્તિનગર પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગેરકાયદેસર જથ્થો અને તંત્રની કાર્યવાહી

ગુરુવારે બપોરના 1 વાગ્યાની આસપાસ મકાનના પાર્કિંગમાં રાખવામાં આવેલા બે ગેસ સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બાદ પુરવઠા વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા 40 જેટલા ગેસ સિલિન્ડર અને ડીઝલ ભરેલા બેરલ મળી આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં આટલો મોટો જ્વલનશીલ જથ્થો રાખવા બદલ ફાયર વિભાગે મકાન માલિકને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે કડક નોટિસ પાઠવી છે.

જાન-માલનું નુકસાન

આ ભીષણ બ્લાસ્ટને કારણે પાર્કિંગમાં રાખવામાં આવેલી ગાડીઓ અને અન્ય સાધન-સામગ્રીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. દુર્ઘટનામાં બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે રહેણાંક મકાનમાં આટલી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર અને ડીઝલનો જથ્થો કયા હેતુથી રાખવામાં આવ્યો હતો. આ બેદરકારી બદલ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.


આ પણ વાંચો----      Ahmedabad : અનેક લોકોને જમીન અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી 400 કરોડનું જમીન કૌભાંડ