android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot: એન્જિનિયરને લાફો મારનાર કોન્ટ્રાક્ટર સામે લાલઆંખ, 48 કલાકમાં એજન્સી થશે બ્લેક લિસ્ટ

calendar_todayJanuary 6, 2026

Rajkot: એન્જિનિયરને લાફો મારનાર કોન્ટ્રાક્ટર સામે લાલઆંખ, 48 કલાકમાં એજન્સી થશે બ્લેક લિસ્ટ

રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયર ધવલ ગોલાણિયા પર કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયા દ્વારા જાહેરમાં ફડાકો મારવાની ઘટના બાદ વિવાદ વકર્યો છે. આ અપમાનજનક ઘટનાના વિરોધમાં RMC ના તમામ એન્જિનિયરો એકઠા થયા હતા અને મ્યુનિસિપલ કમિશનર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેનને ઉગ્ર રજૂઆત કરી હતી.

કોન્ટ્રાક્ટરે એન્જિનિયરને લાફો મારી દીધો

મળતી માહિતી મુજબ, કામગીરીના સ્થળે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ પટેલ કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ ફરજ પરના એન્જિનિયર ધવલ ગોલાણિયાને લાફો મારી દીધો હતો. આ ઘટનાના વીડિયો અને વાતો વાયુવેગે પ્રસરતા એન્જિનિયરોએ પોતાની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

48 કલાકમાં એજન્સી થશે બ્લેક લિસ્ટ

એન્જિનિયરોની રજૂઆત બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર મેદાને આવ્યા હતા. તેમણે આકરા શબ્દોમાં કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢતા કહ્યું કે, "એજન્સી વાળા શું મારી જાય? આપણે પણ કાંઈ બંગડીઓ પહેરી નથી." તેમણે ખાતરી આપી હતી કે સરકારી કર્મચારી પર હાથ ઉપાડનાર કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. પટેલ કન્સ્ટ્રક્શનને 48 કલાકની અંદર બ્લેક લિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.એન્જિનિયરોની સુરક્ષા માટે કડક પ્રોટોકોલ બનાવવાની ખાતરી આપવામાં આવી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા નવા રજીસ્ટ્રાર, ડો. અજયસિંહ જાડેજા સંભાળશે વહીવટી સુકાન