android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot: સૌરાષ્ટ્રમાં ધોળા દિવસે ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, રૂરલ LCBએ 3 શખ્સોને દબોચ્યા

calendar_todayJanuary 5, 2026

Rajkot: સૌરાષ્ટ્રમાં ધોળા દિવસે ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, રૂરલ LCBએ 3 શખ્સોને દબોચ્યા

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. (LCB) ની ટીમે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે વિંછીયા સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ચોરી કરનાર આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લાખો રૂપિયાની કિંમતનું સોનું અને રોકડ રકમ કબજે કરી છે.

ચોરી કરનાર આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશ

વિંછીયા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાની તપાસ દરમિયાન પોલીસે હાઈવે અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ચેક કર્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલી ચોક્કસ બાતમીને આધારે વિંછીયાના મોઢુકા ગામના પીકઅપ સ્ટેન્ડ પાસેથી ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી 

પકડાયેલા આરોપીઓના નામ ભરત ઉર્ફે પથુ મનુ વાઘેલા, મુકેશ ઉર્ફે કાબલી ઉર્ફે ભોપો રમેશ સોલંકી, રાજેશ ભુપત પરમાર છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો ઢાળિયો અને ટુકડો કિંમત ₹2,69,350, રોકડ રકમ ₹1,30,000,  ચોરી કરવા માટે વપરાતા પાના, ડિસમીસ અને કટર. મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ બાઈક. વસ્તુઓ જપ્ત કરી છે:

 આ ગેંગે અનેક ગુનાઓની કબૂલાત કરી

પૂછપરછ દરમિયાન આ ગેંગે અનેક ગુનાઓની કબૂલાત કરી છે. આંકડીયા ગામમાં ખેડૂત ભાઈઓના ત્રણ ઘરમાં ત્રાટકી ₹8 લાખથી વધુની મતા ચોરી હતી. નાની કુંડળ (બાબરા) દોઢ મહિના પહેલા વાડી સીમના મકાનમાંથી તિજોરી તોડી દાગીના-રોકડની ચોરી. આંકરૂ (ધંધુકા) 20 દિવસ પહેલા બંધ મકાનનું તાળું તોડી ચોરી આચરી હતી. સીતાપર અને લીંબડીયા (ઢસા) 10 દિવસ પહેલા બે મકાનોના તાળા તોડ્યા હતા.

ધોળા દિવસે મકાનોને નિશાન બનાવવાની પદ્ધતિ

આ ગેંગ અમદાવાદ, બોટાદ અને અમરેલી સહિતના વિસ્તારોમાં સક્રિય હતી. ધોળા દિવસે જ મકાનોને નિશાન બનાવવાની તેમની ખાસ પદ્ધતિ હતી. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ફરાર આરોપી સંજય ઉર્ફે સી.જે.ની ધરપકડ બાદ અન્ય અનેક વણઉકેલાયેલા ગુનાઓ પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: સોમનાથમાં PM મોદીના આગમન પૂર્વે મંત્રીઓના ધામા, 10 અને 11 જાન્યુઆરીએ થશે ભવ્ય કાર્યક્રમો