android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News: જસદણમાં શ્રી બાલાજી ધામ ખાતે રક્ષાબંધનની પવિત્ર ઉજવણી

calendar_todayAugust 28, 2026

Rajkot News: જસદણમાં શ્રી બાલાજી ધામ ખાતે રક્ષાબંધનની પવિત્ર ઉજવણી

રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત શ્રી બાલાજી ધામ ગર્ગાચાર્ય પીઠમ્ ખાતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભારે ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શ્રી પંચ દશનામ જુના અખાડાના અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ તથા અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી જયંબાનંદગીરી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આ પર્વની ગરિમામયી ઉજવણી થઈ હતી.

સૂતરનો નાજુક તાંતણો બને છે વજ્ર સમાન મજબૂત

આ પવિત્ર પ્રસંગે રક્ષાસૂત્રનું મહાત્મ્ય સમજાવતા જણાવાયું હતું કે, રાખડી કે રક્ષા આમ તો માત્ર એક સૂતરનો અત્યંત નાજુક તાંતણો છે, પરંતુ જ્યારે એક બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ અને રક્ષા કાજે સંપૂર્ણ પ્રેમ, સ્નેહ અને લાગણીથી ભાઈના કાંડા પર તેને બાંધે છે, ત્યારે આ નાજુક તાંતણો વજ્ર સમાન અતિ મજબૂત સુરક્ષા કવચ બની જાય છે.

દેવતાઓને પણ દુર્લભ છે ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ

શાસ્ત્રોક્ત દ્રષ્ટિકોણ રજૂ કરતા સંતોએ જણાવ્યું હતું કે, ભાઈ અને બહેન વચ્ચેના અગાધ અને પવિત્ર સંબંધની અનુભૂતિ કરવાનું સૌભાગ્ય દેવતાઓને પણ સહેલાઈથી પ્રાપ્ત થતું નથી. સ્વયં ભગવાને પણ આ સ્નેહપૂર્ણ સંબંધનો આનંદ માણવા માટે મનુષ્ય અવતાર ધારણ કરવો પડે છે. સંસારની 84 લાખ યોનિઓમાંથી માત્ર માનવ યોનિને જ આ અદભુત અને પવિત્ર સંબંધ અનુભવવાનું સૌભાગ્ય મળ્યું છે.


આ પણ વાંચો - Rajkotમાં ધંધાની હરીફાઈની અદાવત, સંત કબીર રોડ પર પિતા-પુત્ર પર 9 શખ્સોનો હુમલો