android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News :  માર્ચ એન્ડિંગ પહેલા બેડી યાર્ડમાં ઘઉંની 1.50 લાખ મણની આવક નોંધાઈ

calendar_todayMarch 24, 2026

Rajkot News : માર્ચ એન્ડિંગ પહેલા બેડી યાર્ડમાં ઘઉંની 1.50 લાખ મણની આવક નોંધાઈ

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવી જણસીઓની ભારે આવક જોવા મળી રહી છે. હાલ શિયાળું પાકની સિઝન પૂર્ણતાના આરે હોવાથી બજારમાં માલનો ભરાવો થઈ રહ્યો છે, ખેડૂનો પાતાની જણસી લઈને યાર્ડમાં ઉમટી પડતા તા.23 માર્ચના રોજ બેડી માર્કેટિંગ પાર્કમાં જણસીઓની રેકોર્ડબેક આવક જોવા મળી હતી.ખાસ કરીને ઘઉં અને ધાણાની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ઘઉંની 150000 મણ જેટલી મબલખ આવક

સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટ વાર્ડમાં રવિવારની રજા બાદ ખુલેલા યાર્ડમાં વહેલી સવારથી જ ખેડૂતોનો ધસારો રહ્યો હતો, જેમાં અંદાજે 1400થી વધુ વાહનો ખેતપેદાશો લઈને ઉમટી પડ્યા હતા. યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને હાલાકી ન પડે તે માટે ક્રમવાર પ્રવેશ આપીને ઉતરાઈની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યાર્ડના સત્તાવાર આંકડા અનુસાર, સૌથી વધુ ઘઉંની 150000 મણ જેટલી મબલખ આવક નોંધાઈ છે.

મેથીના ઊંચા ભાવ 1485 સુધી બોલાયા

જ્યારે મસાલા પાકોમાં પાણાની 80000 મણ અને જીરૂની 12000 મણ આવક થવા પામી છે. તેમજ કઠોળના પાકો તુવેરની 15000 મણ અને મેથી 14000 મણની આવક થઈ છે. ભારે આવકને પગલે પાર્ડમાં ચોતરફ પાકના ઢગલા જોવા મળી રહ્યા છે. સૌથી ઘઉંના પ્રતિ મણના ઊંચા ભાવ 600, જીરુંના મણના ઊંચા રૂ. 4111 ધાણાના મણના ઊંચા ભાવ 2130 અને મેથીના ઊંચા ભાવ 1485 સુધી બોલાયા હતા. તેની સામે સૌથી નીચા ભાવ બાજરી ના જોવા મળ્યા હતા, જેનો નીચો ભાવ રૂ. 250 નોંધાયો હતો.


આ પણ વાંચોઃ Veraval News: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાએ મચાવ્યો હાહાકાર, પંપો પર વાહનોની લાંબી કતારો