calendar_todayFebruary 23, 2026
Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન, 1200 જેટલા મકાનો ફરશે તંત્રનું બુલડોઝર, કોર્પોરેશને તૈયાર કર્યો એકશન પ્લાન
2500થી વધુનો પોલીસકર્મી બંદોબસ્તમાં હાજર છે અને પોલીસ,વિજિલન્સ,મનપાના કર્મીઓ હાજર છે, જંગલેશ્વરમાં મનપા, પોલીસ સહિતની ટીમો તૈનાત છે અને ડ઼્રોનથી સમગ્ર ડિમોલિશન પર રખાશે નજર, પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે, 21 JCB,2 હિટાચી મશીનથી ડિમોલિશન કરવામાં આવશે, 38 ગેસ કટર, 26થી વધુ ટ્રેકટરોનો ઉપયોગ અને 150 થી વધુ શ્રમિકોને કામે લગાવાયા છે.
700થી વધુ મનપા કર્મચારીઓ મેદાનમાં છે
એક તરફ તંત્ર કાયદેસરની કાર્યવાહી પર અડગ છે, તો બીજી તરફ પોતાના આશિયાના બચાવવા માટે સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ અને PGVCLની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લોકોના વિરોધ વચ્ચે તંત્ર અને પોલીસ કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને જગ્યા રવિવાર સુધીમાં ખાલી કરી દેવા સમજાવી રહ્યા છે, આ મામલે મ્યુન્સિપલ કમિશનર એ તંત્રની તૈયારી અંગે વિગતો પણ જણાવ્યુ કે, "જે લોકો સ્વેચ્છાએ દબાણ હટાવશે તેમને તંત્ર પૂરો સહયોગ આપશે, પરંતુ ગેરકાયદે બાંધકામ ચલાવી લેવામાં આવશે નહીં."
જંગલેશ્વરમાં સ્થિતિ તંગ પરંતુ નિયંત્રણમાં છે
પોલીસના ધાડેધાડા ઉતારીને તંત્રએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે દબાણકારીઓ સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહી સાથે ડ્રોન કેમેરા વડે પણ નજર રાખવાં આવી રહી છે હવે જોવાનું એ રહેશે કે સોમવારે આખરે ડિમોલેશન થશે તો શું પરિસ્થિતિ જોવા મળશે ડિમોલિશન પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસ દ્વારા ઘરે ઘરે જઈ સમજાવવામાં આવી રહ્યા છે, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે, રેપીડેક્શન ફોર્સ, SRP,RAF સહિતના જવાનો તૈનાત રહેશે, અલગ અલગ જિલ્લાઓમાંથી વજ્ર વાહનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા.