android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 20નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2660થી વધી 2680 રૂપિયા થયો

calendar_todayJanuary 2, 2026

Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 20નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2660થી વધી 2680 રૂપિયા થયો

ગુજરાતમાં સિંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ લોકો વધારે કરતા હોય છે અને આ બન્ને તેલના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે, ત્યારે સિંગતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે, અગાઉ 18 ડિસેમ્બર 2025ના રોજ ભાવમાં વધારો થયો હતો, ત્યારે અન્ય રાજયોમાં પણ સિંગતેલની માગ વધી છે જેના કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, તો આ વખતે સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે મગફળી પકવતા ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે.

18 ડિસેમ્બર 2025ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલનો

રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં જોવા મળી વધ-ઘટ અને સિંગતેલના ભાવમાં વધારો જ્યારે કપાસિયામાં થયો ઘટાડો થયો હતો. સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2555-2605 રૂપિયાએ પહોંચ્યો હતો, કપાસીયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2160-2210 રૂપિયાએ પહોંચ્યો હતો, આ ભાવ છેલ્લે 18 ડિસેમ્બર 2025ના રોજ હતો.

શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીમાં થયો વધારો, આ શહેરમાં આટલું નોંધાયું તાપમાન