calendar_todaySeptember 7, 2026
Rajkot News: લોકમેળામાં ફૂડ વિભાગની કાર્યવાહી, 417 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો
રાજકોટના પ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળામાં દેશ-વિદેશથી આવતા મુલાકાતીઓના આરોગ્યની જાળવણી માટે ફૂડ વિભાગ મારફતે કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તા. 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન મેળા પરિસરમાં આવેલા વિવિધ ખાદ્યચીજોના સ્ટોલ તેમજ ફેરિયાઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.
વાસી બટેટા, દાઝેલું તેલ અને ચટણી જપ્ત કરાયા
તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં અસ્વસ્થ અને આરોગ્ય માટે હાનિકારક સામગ્રી મળી આવી હતી. ફૂડ વિભાગની ટીમે વાસી બટેટા, વારંવાર વપરાયેલું દાઝેલું તેલ, સડેલા શાકભાજી, વાસી ઘૂઘરા-ચટણી અને પાણિપુરીનું અશુદ્ધ પાણી સહિત અંદાજે 417 કિલો જેટલો અખાદ્ય જથ્થો પકડી પાડી સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો.

નિયમભંગ કરનાર વેપારીઓ પાસેથી વહીવટી દંડ વસૂલાયો
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરનારા સ્ટોલ ધારકો સામે તંત્રએ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. ફૂડ વિભાગે બેદરકાર વેપારીઓ પાસેથી કુલ 15,750 નો વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો હતો. આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રાખવાની ચિંતન સાથે ફૂડ વિભાગે વેપારીઓને શુદ્ધ સામગ્રી જ વેચવાની સખત તકીદ કરી છે. આ કાર્યવાહીને કારણે લોકોને મેળામાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તું મળી હતી.

આ પણ વાંચો - Rajkot: ટ્રેનો બની નશીલા પદાર્થોની હેરાફેરીનું માધ્યમ, પ્લેટફોર્મ નંબર 1 પરથી 18 કિલો ગાંજો જપ્ત