android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News : પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસીયાના પુત્રની ધરપકડ, રૂ. 47 લાખના કૌભાંડમાં ધવલ જેલહવાલે

calendar_todayJanuary 17, 2026

Rajkot News : પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસીયાના પુત્રની ધરપકડ, રૂ. 47 લાખના કૌભાંડમાં ધવલ જેલહવાલે

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં વિકાસના કામોમાં થયેલી મોટી નાણાકીય ગેરરીતિના મામલે પોલીસે પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસીયાના પુત્ર ધવલ વઘાસીયાની ધરપકડ કરી છે. વર્ષ 2025 માં રસ્તાના કામો દરમિયાન કરવામાં આવેલી આશરે રૂપિયા 47.43 લાખની ઉચાપત અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) એ વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે ધવલે સરકારી નાણાં હડપ કરવા માટે ખોટા રેકર્ડ અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેના આધારે સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી

આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસે ધવલ વઘાસીયાને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ દરમિયાન પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે આ કૌભાંડમાં અન્ય કયા અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સામેલ છે. પૂર્વ ધારાસભ્યના પુત્રની ધરપકડને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. ભ્રષ્ટાચારના આ મામલે કડક પગલાં લેવાતા અન્ય ભ્રષ્ટ તત્વોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો : Rajkot સિવિલમાં માનવતા મરી પરવારી, મૃતદેહના ખિસ્સામાંથી 19,800 ની ઉઠાંતરી!