android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News : રાજકોટના જસદણમાં મકાનમાં લાગી આગ, ફાયર વિભાગે 5 થી 6 લોકોનું રેસ્કયું કરી જીવ બચાવ્યો

calendar_todayFebruary 11, 2026

Rajkot News : રાજકોટના જસદણમાં મકાનમાં લાગી આગ, ફાયર વિભાગે 5 થી 6 લોકોનું રેસ્કયું કરી જીવ બચાવ્યો

રાજકોટના જસદણમાં મકાનમાં આગ લાગી હતી અને શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે, ફાયર ટીમે 5થી 6 લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા અને મકાનમાં આગ લાગતા નાસભાગ મચી હતી, આગમાં એક વ્યક્તિને બંને હાથે ઇજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

વહેલી સવારે મકાનમાં આગ લાગતા નાસભાગ મચી

રાજકોટના જસદણમાં વહેલી સવારે મકાનમાં આગ લાગી હતી અને આગ લાગતા દોડધામ મચી હતી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલી દુકાનમાં આ આગ લાગી હતી અને એક કંપનીમાં કામ કરતા 6 વ્યકિત ત્યાં રહેતા હતા, આગ એટલી વધુ હતી કે ધુમાડાના કારણે લોકો બહાર નીકળી શકયા ન હતા.

એક કર્મચારીએ કાચ તોડી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો

આગ લાગવાનું ચૌક્કસ કારણ સામે આવ્યું નથી, અને ઘટનામાં એક વ્યકિત ઈજાગ્રસ્ત થયો છે, પોલીસે સમગ્ર ઘટનમાં જાણવાજોગ ફરિયાદ નોંધી છે, બચાવ કરાયેલા તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર છે.


આ પણ વાંચો : Junagadh News : ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધિવત રીતે પ્રારંભ