android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News : સ્યૂસાઈડ નોટ લખી AIIMSના રેસિડેન્ટ ડોક્ટર ગુમ થયા, CCTV ફૂટેજ સામે આવ્યા

calendar_todayJanuary 28, 2026

Rajkot News : સ્યૂસાઈડ નોટ લખી AIIMSના રેસિડેન્ટ ડોક્ટર ગુમ થયા, CCTV ફૂટેજ સામે આવ્યા

રાજકોટમાં એક ચકચારી ઘટના સામે આવી છે. શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળતા જોવા મળ્યા હતાં. તેઓ હોસ્ટેલમાંથી નીકળતા હતાં તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

AIIMSના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમાર ગાયબ

રાજકોટ શહેરની AIIMSના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમાર ગાયબ થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. MBBSનો અભ્યાસ કરનારા ડોક્ટર વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેઓ એક સ્યુસાઈડ લખીને નીકળ્યા હતાં જેને એઈમ્સ દ્વારા ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવી છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ડોક્ટરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સુસાઈડ નોટ ડોક્ટરે જ લખી છે કે કેમ આ ઉપરાંત ડોક્ટરે આપઘાત કર્યો કે તેઓ ગુમ થયાં છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Navsari: લોન વુલ્ફ એટેકનું આતંકી ષડયંત્ર નિષ્ફળ,ATSની તપાસમાં ફૈઝાનના ખતરનાક ઈરાદાઓનો પર્દાફાશ!