android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News: ફ્લાવર બેડ BU પેટે 23.63 કરોડની આવક, હપ્તા પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ થશે

calendar_todayApril 3, 2026

Rajkot News: ફ્લાવર બેડ BU પેટે 23.63 કરોડની આવક, હપ્તા પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ થશે

રાજકોટ શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચાલી રહેલી તેજીની સીધી અસર મહાનગરપાલિકાની આવક પર જોવા મળી રહી છે. રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ફલાવર બેડના રેગ્યુલરાઈઝેશન અને BU પરમિશનની પ્રક્રિયા તેજ બનાવતા છેલ્લા કેટલાક મહિનાઓમાં કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક થઈ છે. ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં કુલ 31 પ્રોજેક્ટ્સને લીલીઝંડી આપવામાં આવી છે.જેનાથી મનપાની તિજોરીમાં 23.63 કરોડથી વધુની રકમ જમા થઈ છે.

13 હાઈરાઈઝ, 18 લોરાઇઝ બિલ્ડિંગના BU મંજૂર

નિયમ મુજબ, કોઈપણ બિલ્ડરે પોતાના પ્રોજેક્ટમાં ફ્લાવર બેડ દર્શાવતો પ્લાન ટાઉન પ્લાનિંગ શાખામાં રજૂ કરવો પડે છે.પ્લાન રજૂ થયા બાદ ટીપી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ રૂબરૂ સાઇટ વિઝિટ કરે છે. શહેરમાં હાલ બે પ્રકારના બિલ્ડિંગો માટે પરમિશનની પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં 25 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઈ મારતોને ‘હાઈરાઈઝ' શ્રેણીમાં અને તેનાથી ઓછી ઊંચાઈ ધરાવતી ઇમારતોને ‘લોરાઈઝ'માં ગણવામાં આવે છે.પ્રાપ્ત વિગતો મુજબ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 13 હાઈરાઈઝ અને 18 લોરાઈઝ બિલ્ડિંગો મળી કુલ 31 BU પરમીશન મંજૂર કરવામાં આવી છે. એક તરફ મંજૂરીઓ અપાઈ રહી છે, તો બીજી તરફ પેન્ડિંગ અરજીઓનો આંકડો પણ મોટો છે.

હપ્તા પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ થશે

હાલમાં હાઈરાઈઝ બિલ્ડિંગની 32 અને લોરાઇઝ બિલ્ડિંગની 35 મળી કુલ 67 અરજીઓ મંજૂરીની રાહ જોઈ રહી છે.આ અરજીઓના નિકાલ બાદ કોર્પોરેશનની આવકમાં હજુ પણ ધરખમ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં ફલાવર બેડ BU રેગ્યુલરાઈઝેશન ફી ભરવા માટે હપ્તા પદ્ધતિ અમલી બનાવવાનો વાયદો કરવામાં આવ્યો છે.આ સુવિધા આગામી એપ્રિલ મહિનાથી લાગુ થવાની શક્યતા છે, જેનાથી બિલ્ડરો પર પડતો આર્થિક બોજ હળવો થશે અને અટકેલા પ્રોજેક્ટ્સને ગતિ મળશે.આ યોજના અંતર્ગત રૂ.50 લાખથી ઓછી રકમની ફી એક સાથે ભરપાઇ કરવાની રહેશે. જ્યારે રૂ.50 લાખ કે તેથી વધુની રકમ એક વર્ષની સમયમર્યાદામાં ચાર ત્રિમાસિક હપતાથી ભરપાઇ કરી શકાશે.

આ પણ વાંચોઃ West Bengal Elections 2026: હું 15 દિવસ બંગાળમાં જ રહેવાનો છું.. અમિત શાહે મમતા દીદીને લલકાર્યા