android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News: LCBની ફિલ્મીઢબે રેડ, કારના ગુપ્ત ખાનામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા, Video

calendar_todaySeptember 16, 2026

Rajkot News: LCBની ફિલ્મીઢબે રેડ, કારના ગુપ્ત ખાનામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા, Video

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ અપરાધીઓ સામે સતત સકંજો કસ્યો છે. તાજેતરમાં જસદણ પંથકમાં દારૂની હેરાફેરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે બાતમીના આધારે વિંછિયા બાયપાસ રોડ પર આવેલ શ્રીનાથજી પેટ્રોલ પંપની સામે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ વાહનને ઝડપી પાડ્યું હતું.

કારના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂનો જથ્થો

પોલીસે કાર (નં. GJ-02-ZZ-3552) ને રોકીને તલાશી લીધી હતી. શરૂઆતમાં સામાન્ય તપાસમાં કઈ ન દેખાઈ આવતા પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન કારના પાછળના બમ્પર તથા વચ્ચેની સીટ નીચે અત્યંત ચાલાકીથી બનાવેલા ગુપ્ત ખાનાઓ મળી આવ્યા હતા. આ ગુપ્ત ખાનાઓની અંદર તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો બહાર આવ્યો હતો.

મુદ્દામાલ અને આરોપીઓની વિગતો

આ રેડ દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મીલીની કુલ 645 પ્લાસ્ટિક બોટલ જપ્ત કરી હતી. જેની કુલ કિંમત રૂ. 2,54,775 થાય છે. પોલીસ આ કૌભાંડમાં સંડોવાયેલા મધ્યપ્રદેશના ધનંજય ગુર્જર ભરડીયા (ઉ.વ.21) અને નિલેશ ઇશરીયા કલેશ (ઉ.વ.26) ને રંગે હાથે ઝડપી લીધા હતા. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 3.5 લાખની TUV કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3,76,0775 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Rajkot News: Jasdan LCB Seizes Foreign Liquor Worth Rs 2.54 Lakhs from TUV Car

કાયદેસરની કડક કાર્યવાહી

બંને પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(B), 81 અને 98(2) મુજબ ગુનો નોંધીને ધોરણસરની ધરપકડ કરવામાં આવી છે. આ નેટવર્ક ક્યાંથી દારૂ લાવતું હતું અને ક્યાં પહોંચાડવાનું હતું તે અંગે LCB દ્વારા વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.




આ પણ વાંચો: Ganesh Mahotsav 2026 : ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ