android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot News: સૌરાષ્ટ્રના લવ જેહાદ રોકવા VHP મક્કમ, હિન્દુઓ માટે હેલ્પ લાઈન શરૂ કરાશે

calendar_todayMarch 26, 2026

Rajkot News: સૌરાષ્ટ્રના લવ જેહાદ રોકવા VHP મક્કમ, હિન્દુઓ માટે હેલ્પ લાઈન શરૂ કરાશે

સમગ્ર દેશમાં આજે રામ નવમીની ઉજવણી કરવામાં આવશે. ભારે શ્રધ્ધા અને ઉત્સાહના માહોલમાં ઉજવણી કરાશે. ઠેર ઠેર ભગવાનની શોભાયાત્રા નીકળશે. ત્યારે રાજકોટમાં પણ ભગવાન રામની શોભાયાત્રા નીકળશે. આજે રામ નવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. હિન્દુઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોટું એલાન

રાજકોટમાં આજે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળશે. ભગવાન રામના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણીને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. આજના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. લવ જેહાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એલાન કરવામાં આવ્યું છે. વીએચપીના આગેવાન મંગેશ દેસાઈએ કહ્યું હતું કે, દર મહિને હિન્દુઓની આઠથી 10 દીકરીઓ સાથે લવ જેહાદનો બનાવ સામે આવે છે.

હિન્દુઓ માટે એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે

વીએચપીના આગેવાન મંગેશ દેસાઈએ વધુમાં કહ્યું હતું કે, લવ જેહાદ સામે વીએચપી નોંધનીય કામગીરી કરશે. સૌરાષ્ટ્રમાં હિન્દુઓ માટે વીએચપી કામ કરશે. હિન્દુઓ માટે એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. તમામ હિન્દુઓને બજરંગ દળ દ્વારા મદદ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં લવ જેહાદને રોકવા વીએચપી મક્કમ છે.


આ પણ વાંચોઃ Vadodara News : રાજયમાં રામનવમીની શોભાયાત્રા નીકળશે, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું રહેશે સતત પેટ્રોલિંગ