android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot : સૌરાષ્ટ્રમાં PGVCLની એક દિવસીય કાર્યવાહી , 30767 જોટલા લાઇટ કનેક્શન કાપી 87 કરોડની વસૂલાત

calendar_todayFebruary 26, 2026

Rajkot : સૌરાષ્ટ્રમાં PGVCLની એક દિવસીય કાર્યવાહી , 30767 જોટલા લાઇટ કનેક્શન કાપી 87 કરોડની વસૂલાત

સૌરાષ્ટ્રભરમાં પીજીવીસીએલ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બાકી લાઇટ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરતા કુલ 30,767 વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને અંદાજે 87 કરોડની વસૂલાત કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.

જામનગર જિલ્લામાં 5 હજારથી વધુ કનેક્શન કપાયા

જિલ્લાવાર કાર્યવાહી મુજબ જામનગર જિલ્લામાં 5 હજારથી વધુ કનેક્શન કપાયા હતા. જૂનાગઢ જિલ્લામાં 2 હજારથી વધુ કનેક્શન કપાયા હતા, જ્યારે મોરબી જિલ્લામાં 3 હજારથી વધુ કનેક્શન પર કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટ શહેર અને જિલ્લામાં 4 હજારથી વધુ વીજ કનેક્શન કપાયા

તેમજ રાજકોટ શહેર અને જિલ્લામાં 4 હજારથી વધુ વીજ કનેક્શન કપાયા હોવાનું જાણવા મળ્યું છે.

વીજ બિલ સમયસર ભરવા માટે ગ્રાહકોને અપીલ

PGVCL દ્વારા મોડી રાત સુધી ચકાસણી અને કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી. વીજ બિલ સમયસર ભરવા માટે ગ્રાહકોને અપીલ પણ કરવામાં આવી છે.


આ પણ વાંચો----  Ahmedabad : સાધુ રામકૃષ્ણદાસની હરકત બાદ અન્ય સંતોએ માર માર્યો હોવાની ચર્ચા, ભગવા કપડાં ઉતારાયા