calendar_todaySeptember 17, 2026
Rajpipla: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં રક્તદાન કૅમ્પ
રાજપીપલા : સમગ્ર રાજ્યમાં તા. 17 સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગતસેવા મેરા યોગદાનના સંકલ્પ સાથે તા. 17 સપ્ટેમ્બર, 2026ના રોજ નર્મદા જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા આરોગ્ય અધિકારી GMERS મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી GMERS મેડિકલ કોલેજ-રાજપીપલા, રેડક્રોસ સોસાયટી-રાજપીપલા અને SDH-દેડિયાપાડા ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. રેડક્રોસ સોસાયટી ખાતે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્ર ડૉ. જનકકુમાર માઢકની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો