android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajyasabha Today : સદન નિયમથી ચાલશે, રાજ્યસભામાં બોલ્યા કિરણ રિજિજૂ

calendar_todayFebruary 5, 2026

Rajyasabha Today : સદન નિયમથી ચાલશે, રાજ્યસભામાં બોલ્યા કિરણ રિજિજૂ

સંસદના બજેટ સત્રનો આજે સાતમો દિવસ છે. પીએમ મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી શકે છે. લોકસભાને સ્થગિત કરવામાં આવી છે પરંતુ રાજ્યસભામાં હોબાળો થઇ રહ્યો છે. રાજ્યસભામાં કિરણ રિજિજૂએ રાહુલ ગાંધીના નિવેદનોને લઇને મુદ્દો ઉઠાવ્યો હતો. કિરણ રિજિજૂએ કહ્યુ કે, નિયમ વિરુદ્ધ વારંવાર બોલતા રહ્યા રાહુલ ગાંધી, સદન નિયમોથી ચાલશે.રાહુલને સ્પીકરે 40 મિનિટનો સમય આપ્યો.

વિપક્ષ લોકતંત્રનું ગળું દબાવી રહ્યો છેઃજેપી નડ્ડા

રાજ્ય સભામાં બીજેપીએ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. સદનમાં જેપી નડ્ડાએ પણ રાહુલ ગાંધીને લઇને કહ્યુ કે, વિપક્ષ લોકતંત્રનું ગળું દબાવી રહ્યો છે. દેશનો વિકાસ કરવો વિપક્ષનો એજન્ડા છે. અમે દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. દેશ કોઇ પણ પરિવારવાદનો બંધક નહી બને. 

‘તમારી પાર્ટીને એક અબોધ બાળકનો બંદી ન બનાવો’, નડ્ડાની ખડગેને નસીહત

રાજ્યસભામાં નેતા સદન જે.પી. નડ્ડાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને નસીહત આપી કે તમે તમારી પાર્ટીને એક અબોધ બાળકનો બંદી ન બનાવો. તેમણે કહ્યું કે તમે સ્વતંત્ર રીતે તમારી પાર્ટી ચલાવો. જે.પી. નડ્ડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીજી જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર બેઠા હતા. ત્યાં જે પણ ઘટનાઓ બની, તેનો જવાબ આપવા માટે. પરંતુ તમે સભા ચલાવવા જ નથી દીધી.

રાજ્યસભામાં રાહુલ ગાંધીને બોલવા ન દેવાના મુદ્દે ચર્ચા ઉઠી

લોકસભામાં રાહુલ ગાંધીને બોલવાથી રોકવાનો મુદ્દો ગુરુવારે રાજ્યસભામાં ઉઠ્યો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બીજા ગૃહમાં વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવ્યા નથી. તેમણે એટલું કહ્યું હતું કે નેતા સદન જે.પી. નડ્ડાએ વાંધો ઉઠાવ્યો. જે.પી. નડ્ડાએ કહ્યું કે તમે અહીં બીજા ગૃહની વાત કરી શકતા નથી. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીને બોલવાની સંપૂર્ણ તક આપવામાં આવી હતી. તેમને અનેક વખત તક આપવામાં આવી હતી. સદન નિયમો મુજબ ચાલશે. પરંતુ તેઓ નિયમો માનતા જ નથી.

આ પણ વાંચોઃ AI ક્ષેત્રે ભારતનો દબદબો, નવી દિલ્હીમાં યોજાશે વૈશ્વિક AI-ઇમ્પેક્ટ સમિટ, UN ચીફ ગુટેરેસે કર્યા ભારતના વખાણ