android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha: ખેરોજમાં રાહદારી પાસેથી 11 મોબાઈલ લૂંટીને ફરાર થયેલા બે શખ્સોને LCB એ દબોચી લીધા

calendar_todayMay 4, 2026

Sabarkantha: ખેરોજમાં રાહદારી પાસેથી 11 મોબાઈલ લૂંટીને ફરાર થયેલા બે શખ્સોને LCB એ દબોચી લીધા

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી લૂંટની ઘટના ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ધોળા દિવસે એક રાહદારીને ટાર્ગેટ બનાવી, તેની પાસેથી બળજબરીપૂર્વક 11 નંગ મોબાઈલ ભરેલી બેગ છીનવીને બે લૂંટારુઓ બાઈક પર ફરાર થઈ ગયા હતા. જોકે, સાબરકાંઠા એલ.સી.બી. (LCB) ની સતર્કતાને કારણે આરોપીઓ લાંબો સમય સુધી નાસી શક્યા નથી.

CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી પકડાયા આરોપીઓ

લૂંટની ઘટનાની જાણ થતા જ ખેરોજ પોલીસ અને એલ.સી.બી.ની ટીમો એક્શનમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે બે શખ્સો શંકાસ્પદ રીતે મોબાઈલ વેચવા માટે જઈ રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને બંનેને રોકતા લૂંટનો સમગ્ર પર્દાફાશ થયો હતો.

રાજસ્થાનનું કનેક્શન અને કિશોરની સંડોવણી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બે આરોપીઓ પૈકી એક રાજસ્થાનનો વતની છે, જ્યારે આ ગુનામાં એક કિશોર (બાળ સંઘર્ષિત) ની પણ સંડોવણી હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા ૧૧ મોબાઈલ અને ગુનામાં વપરાયેલ બાઈક મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો:Surat: અલથાણમાં સોફ્ટવેર એન્જિનિયર પર હુમલો, CCTV ફૂટેજના આધારે પોલીસે નોંધી ફરિયાદ