android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Sabarkantha: ખેડબ્રહ્મા અને વડાલીમાંથી પશુ ચોરી કરનાર 4 પકડાયા

calendar_todayJune 3, 2026

Sabarkantha: ખેડબ્રહ્મા અને વડાલીમાંથી પશુ ચોરી કરનાર 4 પકડાયા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા કેટલાક સમય દરમિયાન પશુ માલિકોના પશુઓની ચોરી થયાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ સોમવારે ખેડબ્રહ્મા પોલીસે બાતમીને આધારે મટોડા ગામના તળાવની પાળની બાજુમાં રોકાયેલા શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કર્યા બાદ ચાર જણાએ પશુ ચોરી કરી હોવાની કબૂલાત કર્યા બાદ ખેડબ્રહ્મા પોલીસે રૂ.2.90 લાખની પાંચ ભેંસો કબ્જે લીધી હતી. ત્યારબાદ પકડાયેલા ચારેય વિરૂધ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. આ અંગે ખેડબ્રહ્મા પીઆઈ ડી.વી.હડાત તથા તેમની ટીમના જણાવાયા મુજબ, સોમવારે તેમણે એવી બાતમી મળી હતી કે, મટોડાના તળાવની પાળની બાજુમાં કેટલાક શંકાસ્પદ ઈસમો ભેંસો લઈને રોકાયા છે. જે આધારે ખેડબ્રહ્મા પોલીસે તરત જ પહોંચી જઈ ચાર ઈસમોને ભેંસો સાથે જતા હતા ત્યારે કોર્ડન કરીને રોકી લીધા હતા. ત્યારબાદ પુછપરછ કરાતાં ચારેય જણાની કડક પુછપરછ કરતાં તેમણે કબુલાત કરી હતી કે, પાંચ પૈકી ત્રણ ભેંસો થોડાક સમય અગાઉ ખેડબ્રહ્માના ચીખલી ગામની સીમમાં આવેલ એક તબેલામાંથી ચોરી થઈ હતી. ત્યારબાદ અન્ય બે ભેંસો અંગે પુછતાં આ ચારેય જણાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે છ દિવસ અગાઉ વડાલી તાલુકાના ડોભાડા ચોકડી પાસે આવેલ એક તબેલામાંથી બે ભેંસોની ચોરી કરી હતી ત્યારબાદ ખેડબ્રહ્મા પોલીસે ચારેયની સોમવારે અટક કરી પકડાયેલા પાંચેય પશુઓને સારસંભાળ માટે ખેડબ્રહ્માની પાંજરાપોળમાં મોકલી અપાયા હતા અને ચારેય વિરૂધ્ધ તરત જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પશુ ચોરી કરવા બદલ ફરિયાદ દાખલ કરાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો